RTE Gujarat Admission 2023 Online Registration । અરજી કરવાની છેલ્લી તારીખ, ફોર્મ અને દસ્તાવેજ ની વિગતો જાણો

રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વિવિધ યોજનાઓ બહાર પાડે છે આ યોજનાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આ યોજનાઓનો લાભ મેળવી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે વર્ષ 2009 માં RTE કાયદો બનાવવામાં આવ્યો જેનું પૂરું નામ RIGHT to Education Act 2009 છે. આરટી એક્ટ હેઠળ મધ્યમ અને ગરીબ પરિવારના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે.

RTE Gujarat Admission Last Date | RTE Gujarat Admission 2023-24 Documents List | RTE Gujarat Admission 2023 Apply Online | RTE Gujarat School List Check 2023 | આર.ટી.ઈ ઓનલાઈન ફોર્મ 2023 । આર.ટી.ઈ પ્રવેશ છેલી તારીખ

RTE Act 2009 શું છે? What is RTE Act 2009

RTE નુ પુરુ નામ RIGHT to Education Act 2009 છે. દેશભરમાં 1 એપ્રિલ 2010 થી દરેક બાળકને મફત શિક્ષણ મળી રહે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અમલી બનાવવામાં આવ્યો છે.કાયદા હેઠળ બાળકો ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા તેમજ મફત શિક્ષણ મળી રહે તે માટે કાયદો અમલી બનાવવામાં આવે છે. આ એક્ટ હેઠળ ખાનગી શાળામાં 25% લેખે બાળકોની મફત પ્રવેશ આપવામાં આવે છે. સરકાર દ્વારા દર વર્ષે આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે જેના માટેની rte.orpgujarat.com વેબસાઈટ છે. આ એક્ટ હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે.

Highlight of RTE Gujarat Admission 2023-24

યોજનાનું નામ RTE Admission Gujarat 2023
સહાય ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને મફ્ત પ્રવેશ આપવામાં આવે છે.
ઓનલાઈ અરજીની શરુઆત 30/03/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 11/04/2023
Toll Free Number 079- 4157851
Official Website https://rte.orpgujarat.com/

 

RTE હેઠળ કયા વિદ્યાર્થીઓને એડમિશન મળે?

 •  0 થી 20 નો સ્કોર BPL કાર્ડ ધરાવતા કુટુંબના બાળકોને પ્રવેશ મળશે.
 • વિદ્યાર્થીની ઉંમર 1 જુનના રોજ 5 થી 7 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
 • જનરલ કેટેગરી /અનામત વર્ગના બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશ મળશે.
 • સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુકત જાતિના બાળકો તેમજ એસસી ,એસટી કેટેગરીના બાળકોને આરટીઇ હેઠળ એડમિશન મળશે.
 • રાજ્ય સરકારની આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવેશ મળશે.
 • જે માતા પિતાને ફક્ત એક દીકરી હોય તેવી દીકરીઓને પ્રવેશ મળશે.
 • દિવ્યાંગ, બાળમજૂરી તેમજ એચઆઈવી ગ્રસ્ત બાળકોને પ્રવેશ મળશે.
 • ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી પોલીસ દળના જવાના બાળકો
 • અનાથ બાળકને પ્રવેશ મળશે.
 • બાલગૃહના બાળકો
 • સંભાર અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક
 • બાળમજુર કે સ્થળાંતરિત મજૂરના બાળકો.

RTE Admission Income Limit (RTE પ્રવેશ માટે આવક મર્યાદા) 

જે વિદ્યાર્થીઓ આરટી એક હીટર પ્રવેશ મેળવવા માગતા હોય તેમના પરિવારને કૌટુંબિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

 • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબની વાર્ષિક આવક ₹1,20,000 થી ઓછી હોવી જોઈએ.
 • શહેરી વિસ્તારમાં રહેતા કુટુંબની વાર્ષિક આવક ₹1,50,000 થી ઓછી હોવી જોઈએ.

RTE Gujarat 2023 Admission Documents List

ક્રમ

દસ્તાવેજ નું નામ

માન્ય આધાર-પુરાવાની વિગત

1

રહેઠાણ નો પુરાવો

આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ / જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર પુરાવા ન હોય તેવા સંજોગોમાં ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ act ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશન માં જમા કરાવ્યા ના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં )

2

વાલી નું જાતી નું પ્રમાણપત્ર

મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી , તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

3

જન્મનું પ્રમાણપત્ર

ગ્રામ પંચાયત / નગર પાલિકા , મહાનગરપાલિકા , જન્મ / હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા કે પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું

4

ફોટોગ્રાફ

પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ

5

વાલી ના આવકનું પ્રમાણપત્ર

જુનો આવકનો દાખલો હોય તો મામલતદાર , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે . નવો આવકનો દાખલો એ માત્ર જનસેવા કેન્દ્ર નો જ માન્ય ગણવામાં આવશે . (તા .૦૧/૦૪/૨૦૧૯ પછીનો) . ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો ( તા . ૦૧/૦૪/૨૦૨૧ પછીનો ) આવકનો દાખલો જ માન્ય ગણવામાં આવશે

6

બીપીએલ

૦ થી ૨૦ આંક સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરી શકાશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગરપાલિકાએ સક્ષમ અધિકારીનો દાખલો , નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને Notified વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે . જે શહેરી વિસ્તારમાં ૦ થી ૨૦ આંક ( સ્કોર ) ધરાવતા BPL કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં BPL યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે – તે સક્ષમ અધિકારીનું BPL યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે . BPL રેશનકાર્ડ બીપીએલ આધાર તરીકે માન્ય ગણાશે નહિ .

7

વિચરતી જાતિઓ અને વિમુક્ત જ નજાતિઓની

મામલતદાર અથવા સમાજ કલ્યાણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી અથવા બીજા કોઈ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

8

અનાથ બાળક

જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર

9

સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક

જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર

10

બાલગૃહ ના બાળકો

જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર

11

બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો

જે તે જીલ્લા ના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર અને સિવિલ સર્જન પ્રમાણપત્ર

12

સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો

સિવિલ સર્જન નું પ્રમાણપત્ર

13

ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)

સિવિલ સર્જન નું પ્રમાણપત્ર ( ઓછા માં ઓછું 40 % )

14

(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી ની સારવાર લેતા બાળકો

સિવિલ સર્જન નું પ્રમાણપત્ર

15

શહીદ થયેલ જવાનના બાળકો

સંબંધિત ખાતા ના સક્ષમ અધિકારી નો દાખલો

16

સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટે

ગ્રામ્ય વિસ્તાર માટે તલાટીમંત્રીશ્રી અને નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે તેના સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી ( Single Girl Child ) હોવાનો દાખલો

17

સરકારી આંગણવાડી માં અભ્યાસ કરતાં બાળકો

સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS – CAS વેબસાઈટ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી કામ કરનાર અથવા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

18

બાળકનું આધારકાર્ડ

બાળકના આધારકાર્ડની નકલ 

19

વાલી નું આધારકાર્ડ

વાલીના આધારકાર્ડની નકલ 

20

બેંકની વિગતો

બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ

આર.ટી.ઈ ગુજરાત 2023 હેઠળ પ્રવેશ મેળવવા માટે ખાસ ધ્યાનમાં રખવાની બાબતો

 1. આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો . અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો . ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
 2. રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં ) .
 3. પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું . 
 4. ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું . ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
 5. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો.

આ પણ વાંચો-

RTE Admission માટે ઓનલાઈ અપલોડ કરવાના ડોક્યુમેન્ટસની યાદી  Click Here

How To Online Apply RTE Admission 2023-24

RTE act હેઠળ જે બાળકો પ્રવેશ મેળવવા માગતા હોય તેઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

 • સૌપ્રથમ Google Searchમાં rte.orpgujarat.com ની ઓફિશિયલ વેબસાઈટ સર્ચ કરો.
 • વેબસાઈટ ના હોમપેજ પર ઉપરના મેનુમાં “ઓનલાઇન અરજી” ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

RTE Gujarat Admission 2023 Online Registration

 • હવે તમે નવી એપ્લિકેશન ઉપર ક્લિક કરો.
 • નવી એપ્લિકેશન ઉપર ક્લિક કર્યા પછી એક નવું એ જ ખુલશે જેમાં “Form-A” માંગ્યા મુજબની મુજબની વિગતો ભરો.
 • હવે “Form-B” માંગ્યા મુજબની મુજબની વિગતો ભરો.
 • એપ્લિકેશન સબમીટ કર્યા પછી અરજી નંબર નોંધી લો.
 • હવે તમારે શાળા પસંદ કરવાની રહેશે જેમાં તમારે ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ ગમે તેટલી શાળા પસંદ કરી શકો છો.
 • ત્યારબાદ તમારે માગે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

ખાસ સુચના:-

 • ઓનલાઇન ફોર્મમાં માત્ર ઓરીજનલ ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
 • ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રિજેક્ટ થશે.
 • JPEG અને PDF ફોર્મેટ ડોક્યુમેન્ટ અપલોડ થશે.
 • ડોક્યુમેન્ટ 450 kb થી ઓછી સાઈઝ રાખી અપલોડ કરવાના રહેશે.
 • રહેઠાણનો પુરાવો જો ભાડા કરાર રજીસ્ટર હોય તો એક કરતાં વધારે પેજ PDF ફોર્મેટમાં અપલોડ કરવા જેની સાઈઝ 5MB થી નાની રાખવી.

FAQ’S

1.ફોર્મ ભર્યા બાદ ભુલ જણાય તો શું કરવું?

જવાબ-ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. 

2. RTE admission 2023 gujarat ઓનલાઈન અરજી કરવાની છેલી તારીખ કઈ છે?

જવાબ-RTE admission 2023 gujarat ઓનલાઈન અરજી કરવાની છેલી તારીખ 11/04/2023 છે.

3. આર.ટી.આઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ?

જવાબ– આર.ટી.આઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ.