સોલાર ફેન્સીંગ યોજના 2022 | Solar Fencing Yojana 2022

સોલાર ફેન્સીંગ યોજના : ઝટકા મશીન માટે રૂપિયા 15000 ની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

Solar Fencing Yojana 2022 | Solar Fencing Yojana subsidy In Gujarat | ikhedut yojana | ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે યોજના 2022 | Solar Fencing Yojana 2022 Gujarat | Solar Fencing Yojana 15000 Rs subsidy Gujarat |ગુજરાત સબસીડી યોજના 2022| Solar Fencing Yojana Online Apply | Documents Required for Solar Fencing Yojana 2022

કેન્દ્ર સરકાર હોય કે રાજય સરકાર હોય ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે. આ યોજનાઓ થકી ખેડૂતોને આર્થિક સહાય મળી રહે છે.  ગુજરાત સરકાર પણ ખેડૂતો માટે PM Kishan yojana, બાગાયતી, મત્સ્યપાલન પશુપાલકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ikhedut Portal લોન્ચ કરવામાં આવ્યું છે.

પ્રિય , વાચક મિત્રો આ આર્ટીકલમાં Solar Fencing Yojana 2022 નો લાભ કોને મળવા પાત્ર છે ? યોજનાની પાત્રતા શું છે? કેટલો લાભ મળવા પાત્ર છે? અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? જેવી વિગતવાર માહિતી આ આર્ટીકલ માં જોઈશું.આવી જ વિવિધ સરકારી યોજનાઓ તથા નોકરીની માહિતિ માટે અમારી વેબસાઇટ નિયમિત જોતાં રહો.

સોલાર ફેન્સીંગ યોજના નો મુખ્ય હેતુ

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે આ યોજનાઓ પૈકી સોલાર ફેન્સીંગ યોજના દ્વારા ખેડુતોના ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ કરી પાકને સરક્ષણ કરવું એ આ યોજનાનો મુખ્ય હેતુ છે.

solar fencing yojana

Highlights of Solar Fencing  Yojana 2022

યોજનાનું નામ Solar Fencing Yojana 2022
ભાષા ગુજરાતી અને English
યોજનાનો મુખ્ય ઉદ્દેશ પાક સંરક્ષણ હેતુ માટે આ યોજના હેઠળ સોલાર ફેન્‍સીંગની ખરીદી પર સબસીડી આપવી
લાભ કોણે મળે? ગુજરાત રાજ્યના તમામ ખેડુતોને
સહાયની રકમ
(સબસીડીની રકમ)
સોલાર પાવર યુનિટની ખરીદી માટે ખેડૂતને કુલ ખર્ચના 50 % અથવા રૂપિયા 15,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 09/10/2022
Official Website https://ikhedut.gujarat.gov.in/
Online Apply Click Here
Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read More:- વ્હાલી દિકરી યોજના 1,10,000/- સહાય 

સોલાર ફેન્સીંગ યોજનાની પાત્રતા

ikhedut portal પર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે તાજેતરમાં આઇ ખેડૂત પોર્ટલ પર સોલાર ફેન્સીગ યોજના દ્વારા ખેડૂતોને સબસીડી ના રૂપે હાર્દિક સહાય કરવામાં આવે છે આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરવામાં આવેલ છે.

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂતનુ પોતાનુ નામ 7/12 ના ઉતારામાં હોવું જોઈએ.
  • લાભાર્થી ખેડૂતને 10 વર્ષમાં એક જ વખત આ યોજનાનો લાભ મળવા પાત્ર જ છે.
  • જે ખેડૂતોએ અગાઉ કાંટારી તારની વાડ યોજના નો લાભ મેળવેલ હશે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
  • ખેડૂત પોતાની જાતે બજારમાંથી નિયત થયેલ ગુણવત્તાવાળી સોલાર ફેન્સીગ કિટની ખરીદી કરી શકશે.

Benefits of Solar Fencing Yojana 2022

ગુજરાતના ખેડૂતોને સોલાર ફેન્સીગ યોજના હેઠળ સોલાર ફેન્સીંગ યુનીટની ખરીદી પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. જે સબસીડીની વિગત નીચે મુજબ છે.

  • સોલાર પાવર યુનિટની ખરીદી માટે ખેડૂતને થયેલ  કુલ ખર્ચના 50 % અથવા રુ. 15,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
Read More:- શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022  8 લાખની લોન પર 1,125,000/- સુધીની સબસીડી
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી

Documents for Solar Fencing Yojana 2022

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર ફેન્સીંગ  યુનિટની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ યોજના લાભ મેળવવા માટે  ફોર્મ આઇ ખેડૂત પોર્ટલ પર ભરવામાં આવે છે. તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.

  • અરજદારનો જમીન ધારણ અંગેનો 7 /12 નો ઉતારો
  • અરજદારના આધાર કાર્ડ ની નકલ
  • અરજદારનું રેશનકાર્ડ
  • જો અરજદાર S.C જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો અરજદાર S.T જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો અરજદાર વિકલાંગ હોય તો ટે અંગેનું પ્રમાણપત્ર
  • ખેતીની જમીનમાં એક કરતાં વધુ ખાતેદાર હોય તો તમામ ખાતેદારની  સંમતિપત્ર
  • લાભાર્થિનો મોબાઇલ નંબર
  • અરજદારના બેન્ક ખાતાની પાસબુકની નકલ
Read More: -ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના
Read More- વિદેશ અભ્યાસ માટે 15 લાખની લોન

How to Apply Solar Fencing Yojana 2022

ગુજરાત રાજ્ય ના ખેડુતો પોતાના ખેતરની ફરતે સોલાર ફેન્સીગ લગાવવા માગતા હોય તો આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી સબસિડી મેળવી શકશો. ઓનલાઈન અરજી કરવા માટે ikhedut Port પરથી તમે તમારાં ગામનાં VCE જોડે કૈ જાતે અરજી કરી શકશો. Online અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપસ અનુસરો.

  • સૌ પ્રથમ google Search માં ikhedut ટાઇપ કરવું.
  • ત્યાર બાદ અધિકૃત વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ જોવા મળશે. તેનાં પર ક્લિક કરો.
  • હવે તમને ikhedut port વેબસાઇટ નું Home Page જોવા મળશે. અહી “યોજના” વાળા ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ખેતીવાડી યોજના પર ક્લિક કરો.
  • ખેતીવાડીની યોજનાઓ ખુલ્યા બાદ વર્ષ 2022 23 માટે કુલ 51 યોજનાઓ જોવા મળશે
  • તેમાંથી ક્રમ -3 પર સોલાર પાવર /યુનિટ કીટ યોજના પર ક્લિક કરો.
  • હવે અરજી કરો પર ક્લિક કરો.
  • જો અગાઉ તમે રજીસ્ટ્રેશન કરેલ હશે તો હા પર ક્લિક કરો.તમે અગાઉ  રજીસ્ટ્રેશન કરેલ ના હોય તો ના પર ક્લિક કરી સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખી Captcha Image સબમિટ કરવાની રેહશે.
  • સબમિટ કર્યા બાદ ઓનલાઈન ફોર્મમા માગ્યા બૂજબની તમામ માહિતિ ભરી ફોર્મ સબમિટ કરો.
  • સબમિટ કરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ કરો.

FAQ’S

1. સોલાર ફેન્સીગ યોજના માટે ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ પર કરવી?
Ans- સોલાર ફેન્સીગ યોજના માટે ઓનલાઈન અરજી ikhedut portal વેબસાઈટ પર કરવી.

2. સોલાર ફેન્સીગ યોજના નો લાભ કોને મળવાપાત્ર છે?
Ans- સોલાર ફેન્સીગ યોજના નો લાભ ગુજરાત રાજ્યના નાના, સીમાંત અથવા મોટા ખેડૂતો ને લાભ મળવાપાત્ર છે.

3. સોલાર ફેન્સીગ યોજના માં ખેડૂતોને કેટલી સબસિડી મળવાપાત્ર છે?
Ans- સોલાર પાવર યુનિટની ખરીદી માટે ખેડૂતને થયેલ  કુલ ખર્ચના 50 % અથવા રુ. 15,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

4. સોલાર ફેન્સીગ યોજનાનો લાભ એક ખેડૂતને કેટલી વખત મળવા પાત્ર છે?
Ans- સોલર ફેન્સી યોજનાનો લાભ એક ખેડૂતને 10 વર્ષે એકવાર મળવા પાત્ર છે.