Talati Cum Mantri Exam 2023 Suchana– : તલાટી કમ મંત્રી ઉમેદવારો માટેની અગત્યની સુચના : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 07/05/2023ના રોજ મંડળ ધ્વારા યોજાનાર છે.
ઉપરોકત જાહેરાત અન્વયે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા વધારે હોઇ તેમજ સામાન્ય રીતે પરીક્ષામાં ઉમેદવારોની ગેરહાજરીનું પ્રમાણ મોટુ રહેતુ હોઇ જે ઉમેદવારો પરીક્ષા આપવા ઇચ્છતા ન હોઇ તેવા ઉમેદવારોને બાદ કરી બાકી રહેતા ઉમેદવારો માટે પરીક્ષા યોજવાથી રાજય સરકારશ્રીના સંશાધનોનો બીનજરૂરી વ્યય બચાવી શકાય તે હેતુથી ઉપરોકત જાહેરાત અન્વયે તા. 07/05/2023ના રોજ યોજાનાર પરીક્ષા માટે પરીક્ષા આપવા માટેની સંમતિ ફોર્મ ઉમેદવારો પાસેથી મેળવવાની જાહેરાત મંડળ ધ્વારા તા.13/04/2023 ના રોજ કરવામાં આવેલ છે.
તલાટી કમ મંત્રી પરીક્ષા 2023 સુચના | TCM Exam 2023 Instruction
આ સંમતિ અંગેનું ફોર્મ ઓજસ વેબસાઇટ http://ojas.gujarat.gov.in ઉપર તારીખઃ ૨૦-૦૪-૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાક સુધી ઉમેદવાર ભરી શકશે. ત્યારબાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં. જે ઉમેદવારો ઉપરોકત ઓનલાઇન સંમતિ ફોર્મ નિયત તારીખ-સમય સુધીમાં ભરશે નહીં, તેવા ઉમેદવાર તા. ૦૭-૦૫-૨૦૨૩ની પરીક્ષા માટેના પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષા આપી શકશે નહીં, તેની નોંધ લેવા સર્વે ઉમેદવારોને જણાવવામાં આવે છે.
તલાટી કમ મંત્રી પરીક્ષાનું સંમતિ ફોર્મ
આથી ઉમેદવારોને પુનઃ સુચિત કરવામાં આવે છે કે, જે ઉમેદવારો તા. ૦૭-૦૫-૨૦૨૩ના રોજ યોજાનાર તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને ઝડપથી તા.૨૦-૦૪-૨૦૨૩ના સવારે ૧૧-૦૦ વાગ્યા સુધીમાં ઓજસ વેબસાઇટ ઉપર પોતાનું ઓનલાઇન સંમતિ ફોર્મ ભરી દેવા જણાવવામાં આવે છે. વધુ વિગતો માટે મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ તા. ૧૩-૦૪-૨૦૨૩ની ” ઉમેદવારો માટેની અગત્યની સુચના ” જોવા વિનંતી છે. વધુમાં આ અંગેની રોજબરોજની જાણકારી માટે દરરોજ મંડળની વેબસાઇટ જોતા રહેવા સર્વે ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે.
તલાટી કમ મંત્રી પરીક્ષાનું સંમતિ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
તલાટી કમ મંત્રી પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
આ પણ વાંચો-
- મફત ઘરઘંટી સહાય યોજના, 15000/- સહાય યોજના
- મફત સિલાઈ મશીન યોજના
- આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? | Download Aadhaar card in Gujarati
- પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? | Link PAN Card with Aadhaar Card Online Process in Gujarati
- ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ ? ( Required Documents for E -Shram Card )
- ઈશ્રમ કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? ( How to Online Apply E-Shram Card? )
FAQ’S Talati Cum Mantri Exam 2023 Suchana
1.તલાટી કમ મંત્રી પરીક્ષા માટે સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ- તલાટી કમ મંત્રી પરીક્ષા માટે સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/04/2023 સવારના 11:00 કલાક સુધી છે.
2. તલાટી કમ મંત્રી પરીક્ષા માટે સંમતિ ફોર્મ ભરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
જવાબ- તલાટી કમ મંત્રી પરીક્ષા માટે સંમતિ ફોર્મ ભરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?