શું તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે? તો 14 જુન 2023 પહેલા અપડેટ કરવો, પછી ચાર્જ લાગશે। 10 Year Old Aadhar Card Update

10 Year Old Aadhar Card Update- દેશના તમામ નાગરિકોને ઓળખનો પુરાવો એટલે આધારકાર્ડ. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2010 માં આધાર કાર્ડ ની શરૂઆત કરવામાં આવી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)દ્વારા આધાર કાર્ડ બનાવવામાં આવે છે. આધારકાર્ડમાં કુલ 12 અંકનો નંબર આપવામાં આવેલો હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. તેમજ નવું સીમકાર્ડ ખરીદવા, મોબાઈલ ખરીદવા, ચૂંટણી કાર્ડ બનાવવા, રાશન મેળવવા વિગેરે માટે આધાર કાર્ડ ફરજિયાત થઈ ગયું છે. આધારકાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. સરકારી કચેરી હોય કે સરકારી બિનસરકારી યોજનાઓમાં આધાર કાર્ડ ફરજિયાત થઈ ગયું છે. આધારકાર્ડના અપડેટ ને લઈને નવા મહત્વના સમાચાર આવ્યા છે કે 10 વર્ષ જૂના આધાર કાર્ડની અપડેટ કરવવું પડશે.

Aadhar Card older Than 10 Years  Update News

યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા 10 વર્ષથી વધુ જુના આધારકાર્ડને અપડેટ કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે તેમજ એક વાર પણ અપડેટ કરાવી નથી તો તમારે તમારું આધાર કાર્ડ વહેલી તકે My Aadhar Portal પરથી અપડેટ કરાવવું પડશે. હવે આધાર કાર્ડ અપડેટ કરાવુ પહેલા કરતા ઘણું સરળ બન્યુ છે. તમે ઘરે બેઠા ઓનલાઇન પોર્ટલ પરથી આધારકાર્ડ અપડેટ કરી શકશો. આધાર કાર્ડ અપડેટ માં તમારો ઓળખનું પુરાવો અને સરનામાનો પુરાવો અપડેટ કરાવવાના રહેશે. હાલ આ સુવિધા માટે કોઈ ચાર્જ નથી.

Point Of 10 Year Old Aadhar Card Update

આર્ટિકલનું નામ 10 Year Old Aadhar Card Update
વિભાગનું નામ  યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)
કેટલા વર્ષ જુનુ આધાર અપડેટ કરવવાનું છે?  10 વર્ષ જુનુ આધાર કાર્ડ 
ઓફિસિયલ વેબસાઈટ  https://uidai.gov.in/
આધાર કાર્ડ અપડેટ ઓફિસિયલ સાઈટ https://myaadhaar.uidai.gov.in/
PVC આધાર કાર્ડ માટે ઓર્ડર કેવી રીતે કરવો ? અહીં ક્લિક કરો
 

14 જુન પછી આધાર અપડેટ કરાવવા માટે કેટલા પૈસા ચૂકવવા પડશે ?

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા 14 જુન 2023 સુધી આધાર કાર્ડ અપડેટ કરાવવાની સુવિધા પૂરી પાડી છે. જે નાગરિકોના આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જુના હોય તેઓએ 14 જૂન 2023 સુધીમાં અપડેટ કરાવવાના રહેશે ત્યારબાદ અપડેટ કરાવવા માટેની સુવિધા માટે ચુકવણું કરવું પડશે. આધારકાર્ડ અપડેટ કરવા માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અપડેટ કરી શકો છો.

આ પણ વાંચો-

આધારકાર્ડ અપડેટ કરવા ક્યા ડિક્યુમેન્ટ્સ અપલોડ કરવાના ?

જે નાગરિકોના આધારકાર્ડ 10 વર્ષથી વધુ જુના છે અને તેમને અત્યાર સુધીમાં કોઈ અપડેટ કરાવેલ નથી તો તમારે 14 જુના 2023 સુધીમાંં અપડેટ કરવાવનું રહેશે. તે માટે તમારુ આઇડી પ્રૂફ (ઓળખકાર્ડ) અને સરનામાનો પુરાવો સ્કેન કરી અપડેટ કરવાનો રહેશે.   

આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું ?

તમારું 10 વર્ષ જૂનું આધાર કાર્ડ ઘરે બેઠા મોબાઈલથી કમ્પ્યુટર દ્વારા ઓનલાઇન અપડેટ કરી શકશો. ઓનલાઇન અપડેટ કરવા માટે નીચે મુજબના સ્ટેપ બાય સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.

aadhaar update

  • વેબસાઈટ ના હોમપેજ પર Login ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે એક નવું પેજ ખુલશે જેમાં તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરી Send OTP પર ક્લિક કરો.

aadhaar update

  • આધાર સાથે રજીસ્ટર મોબાઇલ પર OTP આવશે તેને દાખલ કરી Login કરો.
  • હવે પેજની નીચેની બાજુએ Document Update ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

aadhaar update

  • ત્યારબાદ તમારું ફોટો આઈડી અને સરનામા નો પુરાવો સ્કેન કરી અપલોડ કરવાનો રહેશે.
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો ત્યાર પછી તમને રિક્વેસ્ટ નંબર મળશે.
  • આ રિક્વેસ્ટ નંબર દ્વારા તમે તમારું આધાર અપડેટ સ્ટેટસ ચેક કરી શકશો.
  • આધાર અપડેટ થયા બાદ તમે તમારું અપડેટ કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

PVC આધાર કાર્ડ માટે ઓર્ડર કેવી રીતે કરવો ? How to Order PVC Aadhaar Card in Gujarati

FAQ’S

1. આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ- આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ઓફિસિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ છે

2.આધાર કાર્ડ મફતમાં કઈ તારીખ સુધી અપડેટ કરી શકાશે ?

જવાબ-આધાર કાર્ડ મફતમાં તારીખ- 14/06/2023 સુધી અપડેટ કરી શકાશે.

3.આધાર અપડેટ ઓનલાઇન પોર્ટલ દ્વારા અપડેટ કરતા કેટલી ફી ચૂકવવી પડશે.?

જવાબ-આધાર અપડેટ ઓનલાઇન પોર્ટલ દ્વારા તમારી જાતે અપડેટ કરતા તારીખ 14/06/2023 સુધી કોઈ ફી ચૂકવવી નહી પડે.

4.14 જુન પછી આધાર અપડેટ કરવા માટે કેટલો ચાર્જ લાગે છે? 

જવાબ-14 જુન પછી આધાર અપડેટ કરવા માટે UIDAI દ્વાર લેવાતો ચાર્જ લાગશે.

5.આધાર અપડેટ માં કઈ વિગતો ઓનલાઈન અપડેટ કરવાની છે?

જવાબ- આધાર કાર્ડ અપડેટ માં તમારે તમારું આઈડી પ્રુફ અને ઘરનું સરનામું અપલોડ કરવાનું રહેશે.