PVC આધાર કાર્ડ માટે ઓર્ડર કેવી રીતે કરવો ? How to Order PVC Aadhaar Card in Gujarati

Order PVC Aadhaar Card in Gujarati- કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2010માં આધાર કાર્ડની શરૂઆત કરવામાં આવી છે. આજે દેશના તમામ નાગરિકોની પૂરક આપતો પુરાવો એટલે આધારકાર્ડ. આધાર કાર્ડ નો ઉપયોગ વિવિધ ક્ષેત્રે કરવામાં આવે છે. યુનિક આઇડેન્ટિફિકેશન (આધાર) જેમાં બાર અંકોને નંબર આપવામાં આવે છે.

હાલના સમયમાં આધાર કાર્ડનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં કરવામાં આવે છે. જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા, ચૂંટણી કાર્ડ મેળવવા, રાશન મેળવવા, બેંકમાં ખાતું ખોલાવવા, નવું સીમકાર્ડ ખરીદવા, મોબાઈલ ખરીદવા જેવા વિવિધ કામોમાં આધાર કાર્ડ નો ઉપયોગ થાય છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગઈ છે. મિત્રો આજે આપણે આધાર કાર્ડ ને PVC (સ્માર્ટ કાર્ડ)માં કેવી રીતે મેળવવું તેની વિગતવાર માહિતી આ આર્ટિકલમાં મેળવીશું.

PVC આધાર કાર્ડ શું છે?

દેશના જે નાગરિકોએ આધારકાર્ડ બનાવડાવ્યું છે તેઓને એક કલરિંગ આધારકાર્ડ ની કોપી ઘરે પોસ્ટ દ્વારા મોકલવામાં આવી હશે. UIDAI દ્વારા હવે PVC Aadhaar Card બનાવી આપે છે જે તમારા બેંકના એટીએમ કાર્ડ જેવું દેખાય છે. આ PVC Card મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે તેની ફક્ત 50 રૂપિયા ફી છે.

PVC આધાર કાર્ડ માટે ઓર્ડર કેવી રીતે કરવો ? How to order PVC Aadhaar Card in Gujarati ?

હો તમે પણ એટીએમ જેવું પીવીસી આધાર કાર્ડ મેળવાવા માંગતા હોય તો તેના માટે ઓનલાઈન અરજી કરવી પડશે. આ અરજી કેવી રીતે કરવી તેની વિગત વાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ google search ખોલી તેમાં તમે UIDAI ટાઈપ કરો.

aadhaar card pvc

  • સર્ચ રીઝલ્ટ માંથી ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર ક્લિક કરો.

aadhaar card pvc

  • ઓફિસિયલ વેબસાઈટ ઓપન થયા બાદ નીચેની બાજુએ Get Aadhaar ઓપ્શનમાં નીચેની બાજુએ Order Aadhaar PVC Card પર ક્લિક કરો.

PVC aadhaar card

 

  • હવે નવુ પેજ ખુલશે જેમાં Login પર ક્લિક કરો. ત્યાર બાદ તમારો Aadhaar Card Number અને captcha દાખલ કરી Send OTP પર ક્લિક કરો.
  • તમારા આધાર કાર્ડ સાથેના રજીસ્ટર મોબાઈલમાં OTP આવશે તેને દાખલ કરી Login પર ક્લિક કરો.

PVC aadhaar card

  • હવે નવું પેજ ઓપન થશે જેમાંથી Order Aadhaar PVC Card  પર ક્લિક કરો.

Order Aadhaar PVC Card 

 

  • હવે નવુ પેજ ઓપન થશે. જેમાં Please preview your demographic details before placing order for Aadhaar PVC card જોવા મળશે. હવે નીચે Next બટન પર ક્લિક કરો.
  • હવે નીચેની બાજુએ I hereby confirm that i have read and understood the payments/ Cancellation/ Refunds Process પર ક્લિક કરી Make payment પર ક્લિક કરો.

PVC aadhaar card

  • UPI અથવા Credit/Debit Card થી રૂ 50/- નું Payment કરવાનું રહશે.
  • તમારા આધાર કાર્ડમાં જે સરનામુ હશે તે સરનામા પર PVC Aadhaar Card થોડા દિવસોમાં ઘરે આવી જશે.

આ પણ વાંચો-

FAQ’S Order PVC Aadhaar Card in Gujarati

PVC આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ- આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ  https://uidai.gov.in/ છે.

PVC આધાર કાર્ડ માટે કેટલી ફી હોય છે?

જવાબ-PVC આધાર કાર્ડ માટે ફક્ત 50/- ફી હોય છે.

આધારકાર્ડ ડાઉનલોડ કરવા મોબાઈલ એપ્લિકેશન કઈ છે?

જવાબ- આધાર ડાઉનલોડ કરવા મોબાઇલ એપ્લિકેશન mAadhaar છે. જે તમારા મોબાઇલમાં play store માં જઈ ડાઉનલોડ કરી શકો છો.

ડાઉનલોડ કરેલ આધાર કાર્ડ નો પાસવર્ડ શું હોય છે?

જવાબ- Download થયેલ આધાર કાર્ડ નો પાસવર્ડ આધારકાર્ડમાં જે નામ હોય તેના પહેલા 4 અક્ષર કેપિટલમાં હશે અને જન્મનું વર્ષ હશે. દા.ત. તમારું નામ આધાર કાર્ડમાં Jayeshkumar J Jadeja અને તમારું જન્મનું વર્ષ કે જન્મ તારીખ 01/01/1995 હોય તો તમારો પાસવર્ડ(Password) JAYE1995 હશે.