GUJARAT ITI Admission 2023-તાજેતરમાં રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ 23/05/2023 ના રોજ આઈ.ટી.આઈ 2023 પ્રવેશ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તથા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સચિવાલય ગાંધીનગર ના તારીખ 25/03/2022 ના ઠરાવથી રાજ્યની સરકારી ગ્રાન્ટ ઇન એડ સ્વનિર્ભ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે લાંબાગાળાના અભ્યાસક્રમના પ્રવેશ આઈ.ટી.આઈ ઓનલાઇન એડમિશન સિસ્ટમ પદ્ધતિથી કરવા માટેની કાર્યરીતિ નક્કી થયેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ આઇટીઆઇ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ તારીખ 24/05/2023 થી ભરવાના ચાલુ થશે.
Gujarat ITI Admission 2023 Notification Download Click Here
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સચિવાલય ગાંધીનગર કચેરીના નિયંત્રણ હેઠળ આવેલ રાજ્યની તમામ સરકારી/ ગ્રાન્ટ ઇન એડ/ સ્વ નિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વડાઓ પ્રવેશ સત્ર 2023 માટે નીચે મુજબની માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરવામાં આવ્યું છે તે અંતર્ગત પ્રવેશની કામગીરી હાથ ધરવાની રહેશે.
પોસ્ટ વિભાગમાં ગ્રામિણ ડાર્ક સેવકની કુલ 12828 જગ્યા પર ભરતી
GUJARAT ITI Admission 2023 Overview
આર્ટિકલનું નામ | ગુજરાત આઇ.ટી.આઈ પ્રવેશ 2023 । Gujarat ITI Admission 2023 |
વિભાગ | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ |
ફોર્મ ભરવાની શરુઆત તારીખ | 24/05/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 25/06/2023 |
ફોર્મ ફી | રૂ. 50/- |
ઓફિસિયલ વેબસાઈટ | https://itiadmission.gujarat.gov.in/ |
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
GUJARAT ITI Admission 2023 Important Dates
How to Apply for Gujarat ITI Admission 2023
રાજ્યના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ આઈ.ટી.આઈ માં પ્રવેશ મેળવવા માગતા હોય તેઓએ પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં iti admission સર્ચ કરો.
- તેમાંથી ઓફિસિયલ વેબસાઈટ itiadmission.gujarat.gov.in પર ક્લિક કરો.
- હવે હોમ પેજ પર Apply for New Registration ક્લિક કરી. જરૂરી વિગતો ભરવાની રહેશે ત્યારબાદ ઉમેદવારને રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે.
- ઉમેદવારે રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી લોગીન કરી શકશે.
- હવે ઉમેદવારે પોતાના ધોરણ 10 નો બેઠક નંબર એન્ટર કરવાનું રહેશે બેઠક નંબર એન્ટર કરવાથી તેનું નામ ગુણ વગેરે ધોરણ 10 ની વિગતો આપોઆપ Fetch થઈ જશે. બાકી રહેતી વિગતો ઉમેદવારે ઓનલાઈન ભરવાની રહેશે.
- જો ઉમેદવારની ધોરણ 7, 8 , 9 તથા 10 ના ઉમેદવારોની માહિતી જો કોઈ તકનીકી કારણોસર આપોઆપ પોર્ટલ પર ઉપલબ્ધ ન થાય તેવા કિસ્સામાં તેની એન્ટ્રી ઉમેદવારે જાતે કરવાની રહેશે.
- ત્યાર બાદ Upload/Change Photo ઓપ્શન પર ક્લિક કરી ઉમેદવારે પાસપોર્ટ સાઇઝ નો ફોટો અપલોડ કરવાનો રહેશે.
- ત્યાર બાદ Confirm Application ઓપ્શન પર ક્લિક કરી પોતાનું ફોર્મ confirm કરવાનું રહેશે.
- એકવાર ફોન કન્ફર્મ થઈ ગયા બાદ ઉમેદવાર ઓનલાઇન પ્રવેશ ફોર્મમાં એડિટ કરી શકશે નહીં.
- ઉમેદવારી ફોર્મ ફિલીંગના અંતે રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે જેની જાણ એસએમએસ કે E mail થી ઉમેદવારને થશે.
- ઉમેદવાર પોતાનું ભરેલ ફોર્મ જોવા માટે વેબસાઇટના હોમ પેજ પર “Preview Application “ઓપ્શન પરથી પ્રી ફાઈનલ ફોર્મનું પ્રિવ્યું જોઈ શકશે.
- જો કોઈ ઉમેદવાર ફોર્મ ની અંદર કોઈ માહિતીમાં સુધારો વધારો કરવો હોય તો Edit Application ઓપ્શન પરથી કરી શકશે.
Gujarat ITI Admission 2023 Fees
ઉમેદવારે પોતાનું ફોર્મ કન્ફર્મ કર્યા બાદ Online Fees Payment ઓપ્શન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન ફી રૂપિયા 50/- ઓનલાઈન ભરવાની રહેશે.
Gujarat ITI Admission 2023 Documents List
ઉમેદવારોએ આઈટીઆઈ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઇન ફોર્મ માં કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી. પરંતુ પ્રવેશ માટે કેટલાક ડોક્યુમેન્ટ ઉમેદવારે આપવાના રહેશે. તેની માહિતી નીચે મુજબ છે.
- જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો/ માર્કશીટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (CL)
- જાતિ કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS)
- આધાર કાર્ડ / માન્ય સંસ્થા તરફથી મળેલ ફોટો આઇ કાર્ડ
- SEBC અથવા OBC કિસ્સામાં નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર
- એક્સ સર્વિસ મેન પ્રમાણપત્ર
- દિવ્યાંગનું પ્રમાણપત્ર
- દિવ્યાંગના કિસ્સામાં Vocational Rehabilitation Centre (VRC) નું સ્યુટેબીલીટી પ્રમાણપત્ર
- રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમોસાઈલ પ્રમાણપત્ર
ગુજરાત ITI પ્રવેશ 2023 કોર્ષ (ITI Admission 2023 Course)
- આર્મેચર મોટર રીવાઇન્ડિંગ/કોઇલ
- ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ
- ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ SCP)
- મિકેનિક્સ ડીઝલ એન્જિન
- કોમ્પપુટર સંચાલક
- ઇલેક્ટ્રિશિયન
- ફિટર
- મિકેનિક ડીઝલ એન્જિન
- વેલ્ડર (TASP)
- વાયરમેન (TASP)
- વાઇન્ડર
- મિકેનિક્સ ડીઝલ એન્જિન (SCP)
- મિકેનિક્સ મોટર વ્હીકલ
- મિકેનિક રેફ્રિજરેશન અને એર-કંડિશનર.
- સીવણ ટેકનોલોજી
- વાયરમેન
ITI કોર્સનો સમયગાળો
મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપિન્યોઅરશીપ, નવી દિલ્હી ના તારીખ 27/4 /2019 ના પત્રથી કારીગર તાલીમ યોજના અંતર્ગત 6 માસ, 1 વર્ષ, 2 વર્ષના વ્યવસાયો માટે તાલીમ કેલેન્ડર નીચે મુજબ છે.
ગુજરાત ITI પ્રવેશ માટેની માહિતી પુસ્તીકા ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
આ પણ વાંચો-
- 7/12 અને 8 અ ના ઉતારાની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવો
- પીએમ કિસાન યોજના 2000 રૂપિયાની સહાય
- પીએમ કિસાન યોજના 13મો હપ્તો ચેક કરો
- પીએમ કિસાન યોજનાના 2000 રૂ ખાતામાં જમા નથી થયા તો આ કામ કરો
- આ ખેડૂતોના એકાઉન્ટમાં 14માં હપ્તાના રૂ.2000/- આવશે. યાદીમાં તમારું નામ ચેક કરો.
FAQ’S
1. ITI પ્રવેશ 2023 માટે ઓનલાઈન અરજી કરવાની શરુઆત કઈ તારીખથી થાય છે?
જવાબ- ITI પ્રવેશ 2023 માટે ઓનલાઈન અરજી કરવાની શરુઆત 24/05/2023 છે.
2.ITI પ્રવેશ 2023 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ- ITI પ્રવેશ 2023 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25/06/2023 છે.
3. Gujarat ITI Admission Fees કેટલી છે?
જવાબ-3. Gujarat ITI Admission Fees રૂ. 50/- છે.