GPSSB Junior Clerk Result 2023- ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જુનિયર ક્લાર્કની ભરતીમાં કુલ 1181 જગ્યાઓ છે.આ જગ્યાઓ માટે લાખો ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા. અગાઉના લેવાયેલ પરીક્ષાના પેપર લીક થવાના ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. ફરી પેપર લીકના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે જુનિયર ક્લાર્ક પરીક્ષાની કમાન હસમુખ પટેલ સાહેબને સોંપવામાં આવેલ હતી. પટેલ સાહેબ ની દેખરેખ હેઠળ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા રાજ્યના 33 જિલ્લામાં અલગ અલગ પરીક્ષા કેન્દ્ર પર તારીખ 9 એપ્રિલ 2023 ના રોજ શાંતિપૂર્ણ યોજાઈ ગઈ.
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપ્યા બાદ તમામ ઉમેદવાર પોતાના પરિણામની કાગની ડોળે રાહ જોઈ રહ્યા છે. ઉમેદવારોની આતુરતાનો અંત ટૂંક સમયમાં આવશે કારણ કે GPSSB Junior Clerk Result 2023 જૂન મહિનામાં જાહેર થઈ શકે છે.
Overview of GPSSB Junior Clerk Result 2023
આર્ટીકલનું નામ | જુનિયર કલાર્ક પરિણામ 2023 |
વિભાગનું નામ | GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક વર્ગ – ૩ |
કુલ જગ્યા | 1181 |
પરીક્ષાની તારીખ | 09/04/2023 |
પસંદગી પ્રક્રીયા | લેખીત કસોટી, ડોક્યુમેન્ટ ચકાસણી, ફાઈનલ મેરીટ લિસ્ટ |
પરિણામ જોવા માટે | અહીંં ક્લિક કરો |
સત્તાવાર સાઈટ | gpssb.gujarat.gov.in |
જુનિયર ક્લાર્ક પરિણામ તારીખ 2023
પંચાયત હસ્તકની જુનિયર ક્લાર્કની પરીક્ષા અગાઉ રાજ્ય વિવિધ જિલ્લા પંચાયત દ્વારા પોતાના જિલ્લામાં રહેલ ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવતી હતી. પરંતુ તેમાં સુધારો કરીને હવે ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા તમામ જુનિયર ક્લાર્કની ભરતી સેન્ટ્રલ લેવલે કરવામાં આવે છે. અગાઉ આ પરીક્ષા જાન્યુઆરી 2023 માં યોજાઇ હતી પરંતુ તે પરીક્ષા રદ જતા ફરીથી જુનિયર ક્લાર્કની પરીક્ષા નવું એપ્રિલ 2013 ના રોજ રાજ્યના વિવિધ કેન્દ્ર પર શાંતિપૂર્ણ યોજાઈ હતી. ચાલુ સાલે પેપરમાં વિધાન પ્રશ્નો પૂછવાથી ઉમેદવારોને પ્રશ્નપત્ર અઘરું લાગ્યું હતું.
GPSSB જુનિયર ક્લાર્ક નું પરિણામ કઈ તારીખે જાહેર થશે તે હજી સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી. જુનિયર ક્લાર્ક નું પરિણામ જિમ મહિનાના અંશ સુધીમાં આવે તેવી સંભાવના છે. પંચાયત વિભાગ દ્વારા પરિણામ ની ઓફિશિયલ જાહેરાત થશે તો તેની અપડેટ અમારી વેબસાઇટ પર જોઈ શકશો.
Gujarat Junior Clerk Result 2023 કેવી રીતે ચેક કરવું
જુનિયર ક્લાર્ક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ પોતાનું પરિણામ કેવી રીતે ચેક કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં google Search માં GPSSB સર્ચ કરો.
- સર્ચના પરિણામમાંથી પંચાયત સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/ પર ક્લિક કરો.
- વેબસાઈટના હોમપેજ પર ડાબી બાજુએ “Result” ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે તમે જુનિયર ક્લાર્ક પરીક્ષાનો Advertisement Number 12/2021-22 અને Advertisement Name “Junior Clerk (Class-3) ની લાઈનમાં છેલ્લે ફાઈલ ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.
- હવે જુનિયર ક્લાર્ક નું પરિણામ PDF ફોર્મેટ ડાઉનલોડ થઈ જશે.
- આ PDF ને ઓપન કરી તમારું નામ અથવા બેઠક નંબર દ્વારા તમારું નામ સર્ચ કરી શકશો.
Junior Clerk Personal Marks check
GPSSB દ્વારા 9 એપ્રિલ 2020 ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો પોતાના પર્સનલ માર્ક્સ જોઈ શકશે.
Junior Clerk Cut off marks 2023
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક નું પરિણામ ની સાથે જ કટ ઓફ માર્ક્સ જાહેર કરવામાં આવે છે. ચાલુ સાલે લેવાય જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ના પ્રશ્નપત્રમાં વિધાન વાળા પ્રશ્નો હોવાથી ઉમેદવારોને પ્રશ્નપત્ર અઘરું લાગ્યું હતું. પરંતુ પ્રશ્નપત્ર જોતા સામાન્ય કેટેગરીના ઉમેદવારોનું કટ ઓફ 65 માર્ક્સ ની આજુબાજુ તથા અનામત કેટેગરીના ઉમેદવારોનું કટ ઓફ 60 માર્કસ ની આજુબાજુ રહે તેવી શક્યતા છે. પરિણામ આવ્યા બાદ ચોક્કસ કટ ઓફ ની માહિતી મેળવી શકાશે.
તલાટી કમ મંત્રી પરીક્ષાના પર્સનલ માર્ક્સ જોવા માટે અહીં ક્લિક કરો
જુનિયર ક્લાર્ક મેરીટ લીસ્ટ 2023
GPSSB દ્વારા 9 એપ્રિલ 2020 ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પહેલા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ પ્રોવિઝનલ લિસ્ટમાં આવેલ ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવશે ત્યારબાદ જ અંતિમ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે. અંતિમ મેરીટ લીસ્ટમાં પસંદ થયેલા ઉમેદવારોને સિનિયર ક્લાર્ક વર્ગ 3 ની પોસ્ટ માટે ઓર્ડર આપવામાં આવશે.
આ પણ વાંચો-
- મફત સિલાઈ મશીન યોજના । Free Silai Machine Yojana
- ઈ શ્રમકાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા । અરજી કોણ કરી શકે છે?
- ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ ? ( Required Documents for E -Shram Card )
- ઈશ્રમ કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? ( How to Online Apply E-Shram Card? )
- સાત ફેરા સમૂહ લગ્ન યોજના । Sat Fera Samuh Lagna Yojana
- પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું?
FAQ’S
1.Junior Clerk Result 2023 ક્યારે જાહેર થશે?
જવાબ- Junior Clerk Result 2023 જુન મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે છે.
2.GPSSB Junior Clerk Result 2023 જોવા માટે ઑફીસિયલ વેબસાઈટ કઈ છે?
જવાબ- GPSSB Junior Clerk Result 2023 જોવા માટે ઑફીસિયલ વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/ છે.