Gujarat Government Education Loan Scheme 2023- સરકાર દ્વારા સમયની સાથે વિવિધ યોજનાઓ અમલમાંં મુકવામાં આવે છે. આ યોજનાઓનો લાભ સમાજના વિવિધ વર્ગોને મળે છે. યોજનાનો દ્વારા આર્થિક સહાય સહાય પુરી પાડવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પંડિત દિનદયાળ આવાસ યોજના, ડો.આંબેડકર આવસ યોજના, બિન અનામત આયોગ દ્વારા ભોજન બિલ સહાય યોજના, ટ્યુશન સહાય યોજના, વિદેશ અભ્યાસ લોન, જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે.
બિન અનામત આયોગ નિગમ શું છે? What is Bin Anamat Ayog Nigam ?
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા:૩૦/૯/૨૦૧૭ના ઠરાવ:ક્રમાંક:સશપ/૧૨૨૦૧૭ /૫૬૮૪૫૧/અ થી કરવામાં આવી છે. આ નિગમની રચનાનો મુખ્ય ઉદ્દેશ બિનઅનામત વર્ગના જ્ઞાતિના નાગરિકોને આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવી. ગુજરાત સરકાર દ્વારા બિનઅનામત વર્ગના જ્ઞાતિના નાગરિકો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક:ઇબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ. તા:૧૫/૦૮/૨૦૧૮ તથા તા:૨૫/૦૧/૨૦૧૯ થી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.
શૈક્ષણિક અભ્યાસ લોન યોજનાની ટૂંક્માં માહિતી(Gujarat Government Education Loan Scheme 2023)
યોજનાનું નામ | શૈક્ષણિક અભ્યાસ લોન યોજના |
વિભાગનું નામ | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (GUEEDC) |
યોજનાનો લાભ કોણે મળે? | ગુજરાત રાજ્યના બિન અનામત વર્ગના પત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને |
યોજનાની પત્રતા | વિદ્યાર્થીએ ધોરણ-12માં 60 % કે તેથી વધુ મેળવેલા હોવા જોઈએ |
કેટલી લોન મળે? | 10 લાખ રૂપિયા |
લોનનો વ્યાજ દર કેટલો ? | ફક્ત 4% સાદુ વ્યાજ |
Official Website | https://gueedc.gujarat.gov.in/ |
Online Apply | https://esamajkalyan.gujarat.gov.in/ |
આ યોજનાનો લાભ કોને મળે?
- બિનઅનામત વર્ગના (EWS) વિધાર્થીઓને ધોરણ ૧૨ પછી ઉચ્ચ અભ્યાસ જેમ કે મેડિકલ, ડેન્ટલ ના સ્વનિર્ભર કક્ષાના અભ્યાસક્રમો, ઇજનેરી, હોમિયોપેથી ,ફિઝીયોથેરાપી, વેટર્નરી, ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, આયુર્વેદિક , વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, નર્સિંગ(સ્નાતક કક્ષા)નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસસી,બીએ સિવાય) તથા
- ભારતના અન્ય/બીજા રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ કે કે જેઓ તબીબી સ્નાતક,તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM,IIT,NID,NIFT,IRMA,TISSમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા રૂ. 10 લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન માટે ની શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.
શૈક્ષણિક યોજનામાં કેટલી લોન મળે છે?
- વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ માટે 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.
- વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન ટ્યુશન ફી અથવા 10 લાખની રૂપિયા એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવા પાત્ર રહેશે.
યોજનાનો વ્યાજ દર કેટલો?
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ લોન 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. જેમાં વ્યાજ દર 4% લેખે સાદુ વ્યાજ થાય છે.
શૈક્ષણિક અભ્યાસ લોન યોજનાનો લાભ મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ?
બિન અનામત આયોગ નિગમ દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે.
- વિદ્યાર્થીનું શાળા છોડ્યાનો દાખલો (લિવીંગ સર્ટીફીકેટ)
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- અરજદારનું નામ હોય તેવું રેશનકાર્ડ
- વિદ્યાર્થીનો રહેઠાણનો પુરાવો
- બિન અનામત વર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર (EWS Certificate)
- કુટુંબની વાર્ષિક આવકનો દાખલો,
- IT Return (આઇ.ટી.રીટર્ન),(તમામ-PAGE) ફોર્મ -૧૬
- વિદ્યાર્થીની ઘોરણ-૧૦ અને ૧૨ ની માર્કશીટની નકલ/ડીપ્લોમા સર્ટી
- સ્નાતક કક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટી
- અરજીની તારીખથી સ્નાતક વચ્ચેનાં સમયગાળાની સ્પષ્ટતા અંગેનાં આધાર(જો હોય તો)
- શૈક્ષણિક અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન લેટર
- પ્રતિવર્ષ ભરવાની થતી/ભરેલી ફી નો પુરાવો અને સમગ્ર કોર્ષની ફી નું માળખું
- પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ૫ત્ર(પરિશિષ્ટ-૧ મુજબ)
- અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ(IFSC કોડ સહિત)
યોજનાની પત્રતા અને માપદંડો
આ યોજનાનો લાભ મેલવવા માટે બિન અનામત આયોગ નિગમ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
- આ યોજના ફક્ત બિનઅનામત વર્ગના નાગરિકોને લાભ મળશે.
- વિદ્યાર્થીએ ધોરણ ૧૨ મા ૬૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઇએ.
- ગુજરાત બહાર ધો.૧૦/૧૨/સ્નાતક કરેલ હોય તેવા કિસ્સામા આનુષાંગિક પુરાવા રજુ કરવાના રહેશે.
- એડમિશન લીધેલ યુનિવર્સિટી સબંધિત કાઉન્સિલની માન્યતા ધરાવતી હોવી જોઈશે.
- આ લોન યોજના માટે એક કુટુંબ માંથી એક વ્યક્તિ ને જ લાભ મળશે.
- આ યોજના નો લાભ માત્ર ગુજરાતમાં ૧૫ વર્ષથી સ્થાયી થયેલા હોય તેવા ગુજરાતના બિનાઅનામત જાતિઓના લાભાર્થીઓને જ મળવાપાત્ર થશે.
શૈક્ષણિક અભ્યાસ લોન માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે?
બિન અનામત નિગમની આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
ખાસ નોંધ
- નિયત સમય મર્યાદામાં માંગેલ પુર્તતા પુર્ણ કરવાની રહેશે,વિદ્યાર્થીને પુર્તતા માટે પરત કરવામાં આવેલ અરજીઓ સમયમર્યાદા માં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.
યોજનાની શરતો
- શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ લોન મેળવવા ઇચ્છુક લાભાર્થીઓ તા: ૦૧/૧૧/૨૦૨૧ થી અરજી કરી શકશે.
- શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ અરજી કરવા માટે અત્રેનું પોર્ટલ તા: ૦૧/૧૧/૨૦૨૧ થી ચાલુ રહેશે.
- વર્ષ ૨૦૨૧-૨૨ માટે શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ700 લાભાર્થીઓનું ભૌતિક લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે.
- શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ ધોરણ-૧૨ મેડિકલ, ડેન્ટલ ના સ્વનિર્ભર કક્ષાના અભ્યાસક્રમો, ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર,આયુર્વેદિક ,હોમિયોપેથી ,ફિઝીયોથેરાપી, વેટર્નરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, નર્સિંગ(સ્નાતક કક્ષા)નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસસી,બીએ સિવાય) તથા
- ભારત ના અન્ય રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક,તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM, IIT, NID,NIFT, IRMA,TISS માં સમગ્ર અભ્યાસક્રમ ની કુલ ટ્યુશન ફી અથવા રૂ. ૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન માટે ની શૈક્ષણિક અભ્યાસ લોન મેળવવા ONLINE અરજી કરી શકે છે.
- લોન યોજના માટે એક કુટુંબ માંથી એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકશે.
- લોન યોજના માટે અરજદાર દ્ધારા અરજી કન્ફર્મ થયા ૫છી અત્રેનાં નિગમ દ્ધારા ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા ૫છી સૈધ્ધાંતિક મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે.
- અરજદારને મળેલ પૂર્તતાની વિગતો પૂર્ણ કરી માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અ૫લોડ કરવાનાં રહેશે. ત્યારબાદ અરજદારની અરજી જિલ્લા મારફતે આવેલ લોગીન નિગમને ૫રત મળશે.
- નિગમ દ્ધારા સૈધ્ધાંતિક મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા ૩૦(ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.
- સૈધ્ધાંતિક મંજુર મુજબ ની રકમ અભ્યાસ ક્રમના સમયગાળા દરમિયાન દર વર્ષે ટ્યુશન ફી મુજબ જેના પ્રથમ હપ્તાબાદ બીજા વર્ષના હપ્તો મેળવવા અરજદારે અગાઉના વર્ષ ના સેમેસ્ટરની માર્કશીટ તેમજ ફી ભર્યાની પહોંચ ONLINE જમા કરવાની રહેશે.
- લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા સક્રિય (active) બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- હવે પછી થી અરજીની વિગતોની જાણ SMS/E-MAIL થી કરવાની હોય આપનો મોબાઇલ નંબર અને E-MAIL બદલાયેલ હોય તો આ અંગે જાણ અત્રેનાં નિગમની કચેરીએ જાણ કરવાની રહેશે.
- અરજદારે અરજી મંજુર થયેથી મોર્ગેજ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- નિગમની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા)ચેક રજુ કરવાના રહેશે.
How to apply Online Education Loan? શૈક્ષણિક અભ્યાસ લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
આ અભ્યાસ લોન યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે અગાઉ બિન અનામત નિગમની ઓફિસિયલ વેબ સાઈટ પર ઓનલાઈન અરજી કરવાની હતી તે બદલાઈને હવેથી ઓનલાઈન અરજી e samaj kalyan Portal પર કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરો.
- સૌ પ્રથમ તમાર કોમ્પ્યુટર કે મોબાઈલમાં Google Search ઓપન કરી. તેમાં e Samaj kalyan poratl ટાઈપ કરી સર્ચ કરો.
- જેમાંથી ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ ઓપન કરો.
- ઓફિસિયલ વેબસાઈટના Home page પર ઉપરની બાજુએ “નિગમ”(Corporation) ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો
- ત્યાર નીચે 3 ઓપ્શન જોવા મળશે તેમાંથી ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ઓપ્શન પર ક્લિક કરો
- કિલક કરતાની સાથે એક નવું પેજ ખુલશે તેમાંથી નંબર-1 પર ”શૈક્ષણિક અભ્યાસ લોન યોજના” પર ક્લિક કરો.
- જો તમે અગાઉ e samaj kalyan Poratal પર registration ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરી તમારુ રજીસ્ટેશન કરો.
- હવે તમારી સામે એક પેજ ઓપન થયેલુ જોવા મલશે. જેમાં Use Registration Details માં તમારું નામ, જન્મતારીખ,જાતિ, આધારકાર્ડ નંબર, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખી Register પર ક્લિક કરો.
- Register કર્યા બાદ Citizen Login પર ક્લિક કરી User તથા Id Password નાખી Login પર ક્લિક કરો.
- લોગીન થયા બાદ શૈક્ષણિક અભ્યાસ લોન યોજના પર Online અરજી કરવા ક્લિક કરો.
- ફોર્મમાં દાર્શાવેલ તમામ વિગતો સાચી અને યોગ્ય રીતે ભરો.
- તમારુ ફોર્મ ભર્યા બાદ માગ્યા મુજબના ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ Save બટન પર ક્લિક કરવાનું રેહશે.
- હવે છેલે Confirm પર ક્લિક કરી અરજીની પ્રિન્ટ કાઢીલો
આ પણ વાંચો-
- PVC આધાર કાર્ડ માટે ઓર્ડર કેવી રીતે કરવો
- મફત ઘરઘંટી સહાય યોજના, 15000/- સહાય યોજના
- મફત સિલાઈ મશીન યોજના
- આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? | Download Aadhaar card in Gujarati
- પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? | Link PAN Card with Aadhaar Card Online Process in Gujarati
- ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ ? ( Required Documents for E -Shram Card )
- ઈશ્રમ કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? ( How to Online Apply E-Shram Card? )
FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો
1.શૈક્ષણિક અભ્યાસ લોન યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ કઈ છે?
જવાબ -શૈક્ષણિક અભ્યાસ લોન યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ છે.
2. shaixanik abhyas loan yojana વાર્ષિક મર્યાદા કેટલી છે?
જવાબ- shaixanik abhyas loan yojana વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ છે.
3. શૈક્ષણિક અભ્યાસ લોન માટે વિદ્યાર્થીએ ધોરણ 12 માંં કેટલા ટકા મેલવેલા હોવા જોઈએ?
જવાબ- શૈક્ષણિક અભ્યાસ લોન માટે વિદ્યાર્થીએ ધોરણ 12 માંં 60% કે તેેેેેથી વધુ ટકા મેલવેલા હોવા જોઈએ.
4. આ યોજના હેઠળ કેટલી લોન મળવા પાત્ર છે?
જવાબ- આ યોજના હેઠળ વિદ્યાર્થીની ટ્યુશન ફી અથવા 10 લાખ એ બન્ને માંથી જે ઓછુ હોય તે મળવાપત્ર છે.
5. આ યોજનામાં લોન પર વ્યાજ દર કેટલો છે?
જવાબ- આ યોજનામાં લોન પર વ્યાજ દર સાદા વ્યાજે 4% છે.