[i khedut] Kisan Parivahan Yojana 2022 | કિસાન પરિવહન યોજના 2022

  1. Kisan Parivahan yojana 2022 : ગુજરાત રાજ્યના સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ યોજનાઓ થકી જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા ikhedut Portal લોન્ચ કરવામાં આવી છે. [i khedut] ખેડુતોને વાહન ખરીદવા કિસાન પરિવહન યોજના હેઠળ રૂપિયા 75,000 સહાય મળશે.

કિસાન પરિવહન યોજના 2022 | Kisan parivahan yojana Apply online | Kisan parivahan yojana gujarat | kisan parivahan yojana subsidy | kisan parivahan yojana documents | kisan parivahan yojana Last Date for application | ikhedut portal subsidy | માલ વાહક યોજના | 75000 સુધીની સબસિડી | i kisan portal | 

ikhedut Portal પર ખેડૂતલક્ષી ખેતીવાડી, પશુપાલન, બાગાયત ને લગતી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. પ્રિય વાચક મિત્રો આ આર્ટીકલ ની અંદર ખેતીવાડી વિભાગની કિસાન પરિવહન યોજના 2022 વિશે વિગતવાર ચર્ચા કરીશું. આ યોજનાનો લાભ કોને મળે ? યોજના નો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ? ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તેની સંપૂર્ણ માહિતી જોઈશું. અને આવી વિવિધ યોજનાઓને માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.

Read also :  કોચિંગ સહાય યોજના 2022 15000 રૂપિયાની 

કિસાન પરિવહન યોજના 2022: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી આ યોજના બહાર પાડવામાં આવી છે. ખેડૂતો ખેતી દરમિયાન આધુનિક સાધનોનો ઉપયોગ કરે છે. જેમાં મહત્તમ ઉપયોગ ટ્રેક્ટર નો કરે છે. ટ્રેક્ટર ના ઉપયોગ થકી ખેડૂતો વિવિધ પાકનું ઉત્પાદન કરી પાકને બજાર સુધી લઈ જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. તેથી સરકારે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સહાય આપવા માટે કિસાન પરિવહન યોજના બહાર પાડવામાં આવી છે.

Kisan Parivahan yojana 2022

કિસાન પરિવહન યોજના 2022 નો મુખ્ય હેતુ

ખેડૂતોએ પોતાના ખેતરમાં કઠોર મહેનત બાદ ઉત્પન્ન કરેલા પાકને નજીકના બજારો, માર્કેટયાર્ડ સુધી પહોંચાડવા ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. ઘણીવાર પાક સમયસર બજારોમાં ન પહોંચતા ખેડૂતોને પાક નો ભાવ ઓછો મળે છે. ખેડૂતોનો ઉત્પાદન થયેલો પાક સરળતાથી બજાર માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવા માટે સમયસર સાધનનો ઉપયોગ કરવો પડે છે. આ યોજના થકી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. જે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

Highlights of Kisan Parivahan Yojana 2022

યોજનાનું નામ કિસાન પરિવહન યોજના 2022
યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોએ ઉત્પન્ન કરેલ પાકને નજીકના બજારો સુધી પહોંચાડવા માટે સાધનની ખરીદી પર સબસીડી આપવી
લાભ કોણે મળે? ગુજરાત રાજ્યના તમામ ખેડૂત કે જેઓ પાત્રતા ધરાવતા હોય
સબસીડી નંબર-1 નાના,સીમાંત,મહિલા, એસ.સી/એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 35 %
અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે
સબસીડી નંબર-2 સામાન્ય તથા અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 25 %
અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે
Official Website https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ 20/10/2022

Kisan Parivahan Yojana 2022 ની પાત્રતા

ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કિસાન પરિવહન યોજના લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે. નક્કી કરવામાં આવેલી નીચે મુજબ છે.

  • અરજદાર ગુજરાત રાજ્યના વતની અને ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ નાના શ્રીમંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાન્ય તેમજ અન્ય ખેડૂત લાભાર્થીઓને મળશે
  • લાભાર્થી ખેડૂત ખેતીલાયક જમીન ધરાવતા હોવા જોઈએ
  • કિસાન પરિવહન યોજના નો પુન: ઓછામાં ઓછા 5 વર્ષની સમય મર્યાદા બાદ અરજી કરી શકશે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે ikhedut Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય

Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય

Read More: UGVCL Bill Online Check

Read More:- વ્હાલી દિકરી યોજના 1,10,000/-  ની સહાય

કિસાન પરિવાર યોજના 2022 ની સાધન ખરીદીની શરતો

ગુજરાત રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા કિસાન પરિવહન યોજના અંતર્ગત સાધન ખરીદવાની માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે તે શરતો નીચે મુજબ છે


  • ikhedut Portal દ્વારા નક્કી કરેલ એમ્પેનલ તથા જાહેર કરવામાં આવેલ પ્રાઈઝ discovery ના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી સાધન ખરીદી કરવાની રહેશે.
  • આ યોજનામાં ટ્રેક્ટરની ખરીદી બેનરમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વિક્રેતા (વેપારી) પાસેથી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂત પાસે પાકુ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ.

Documents Required for Kisan Parivahan Yojana 2022

કિસાન પરિવહન યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ જ નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.

  • લાભાર્થી ખેડૂત ને આધાર કાર્ડ
  • 7/12 તથા 8- અ ની નકલ
  • રેશનકાર્ડ ની નકલ
  • જો ખેડૂત SC જ્ઞાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • જો ખેડૂત ST જ્ઞાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • જો લાભાર્થી વન અધિકાર વિસ્તારમાં રહેતા હોય તો વન અધિકારી પત્રની નકલ (હોય તો)
  • ખેતીની જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં તમામ  ખાતેદારોનું સંમતિપત્રક
  • લાભાર્થી ખેડૂતનું પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ

Lats date for Application Kisan Parivahan Yojana 2022

Kisan Parivahan Yojana 2022 યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર હોય તારીખ 21 9 20122 થી 20 10 2019 સુધી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તારીખ 20-10-2022 પછી અરજી કરી શકાશે નહીં જેની ખાસ નોંધ લેવી.

કિસાન પરિવહન યોજના 2022નું સહાય ધોરણ

કિસાન પરિવહન યોજનામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂત લાભાર્થીઓને સબસીડી રૂપે આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય લાભાર્થી ખેડૂત ની જાતિ અને દરજ્જાના આધારે આપવામાં આવે છે જેની માહિતી નીચે મુજબ છે.

મહિલા, નાના, સીમાંત,અનુસુચિત જાતિઅને અનુસુચિત જન જાતિ ખેડૂતોને લાભાર્થીએ કરેલ કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.
સામાન્ય તથા અન્ય ખેડૂતોને  ખેડૂતોએ કરેલ કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.

How to Online Apply for Kisan Parivahan Yojana 2022

કિસાન પરિવહન યોજના 2022 અંતર્ગત અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google search માં ikhedut Portal સર્ચ કરો.
  • હવે ikhedut portal ની ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલો.
  • આઇ ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ ના હોમ પેજ પર “યોજના” પર ક્લિક કરો.
  • યોજના પર ક્લિક કર્યા બાદ ખેતીવાડીની યોજના પસંદ કરો.
    ખેતીવાડીની યોજનાઓમાં “માલ વાહક વાહન” યોજનાની પસંદ કરો.
  • ત્યારબાદ અરજી કરો પર ક્લિક કરો.
  • જો અગાઉ તમે રજીસ્ટ્રેશન કરાયેલું ના હોય તો ના પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા ઉપર ક્લિક કરો.
  • સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન ફોર્મ માં દર્શાવેલ સંપૂર્ણ માહિતી બરાબર ભર્યા બાદ અરજી સેવ કરો.
  • અરજીને કન્ફર્મ કરી ત્યારબાદ અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • એકવાર અરજી કન્ફર્મ કર્યા બાદ અરજીમાં સુધારો કરી શકાશે નહીં.

FAQ’S

1. કિસાન પરિવહન યોજના રાજ્યના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

Ans- કિસાન પરિવહન યોજના રાજ્યના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

2. કિસાન પરિવહન યોજના નો મુખ્ય હેતુ શું છે?

Ans- કિસાન પરિવહન યોજના નો મુખ્ય હેતુ ખેડૂતના ઉત્પાદન થયેલ પાકને નજીકના બજારો સુધી પહોંચાડવા માટે સાધનની ખરીદી માટે સહાય પૂરી પાડવી.

3. કિસાન પરિવહન યોજના ઓનલાઇન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Ans- કિસાન પરિવહન યોજના માટે ઓનલાઈન અરજી કરવા ઓફિસિયલ વેબસાઈટ   https://ikhedut.gujarat.gov.in/.