GPSSB તલાટી કોલ લેટર 2023 જાહેર, Talati Call Letter Ojas

Talati Call Letter Ojas-ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક -10/2021- 22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોલ લેટર ojas.gujarat.gov.in હોટલ પર ઉપલબ્ધ રહેશે. Talati Cum Mantri exam GPSSB દ્વારા લેવામાં આવશે. Talati exam 7 મે 2023 માં રોજ યોજાનાર છે.

GPSSB Talati Call letter : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ના કાર્યકારી અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા તલાટી કમ મંત્રી ની પરીક્ષા આપવા માટે સંમતિ આપવાની જાહેરાત કરેલ હતી. આ પરીક્ષામાં સંમતિ આપનાર ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. જે ઉમેદવારો એ સંમતિ આપી છે તેમના જ કોલ લેટર નીકળશે.

BARC Recruitment 2023 : 4374 વિવિધ પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 22 મે 2023

HDFC બેંકમાં 12551 જગ્યા માટે ભરતી । HDFC Bank 12551 Post Recruitment 2023

GPSSB તલાટી કોલ લેટર 2023

પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) 2023 ની પરીક્ષા માટે કોલ લેટર ojas.gujarat.gov.in પરથી ઓનલાઇન મેળવી શકાશે. પરીક્ષામાં ફક્ત સંમતિ આપનાર ઉમેદવારો જ પરીક્ષામાં બેસી શકશે. ઉમેદવારોએ કોલીટેનની પ્રિન્ટ કાઢવા માટે પોતાનું કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ ની વિગત નાખવી પડશે.

Point of Talati Call Letter Ojas 2023

આર્ટિકલનું નામ GPSSB તલાટી કોલ લેટર 2023
પરીક્ષાનું સંચાલન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પરીક્ષાનું નામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી)
કુલ જગ્યાઓ 3437
પરીક્ષાની તારીખ  7 મે 2023
ઓફિસિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/

તલાટી કમ મંત્રીની પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો

તલાટી કમ મંત્રીની પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષા માટે કોલલેટર તા- 27/04/2023 ગુરુવાર બપોરે 13-00 કલાકથી તારીખ-07/05/2023 રવિવાર 12:30 કલાક સુધી પ્રિન્ટ મેળવી લેવી.

તલાટી કોલ લેટર 2023 કેવી રીતે ડાઉનલોડ કરવો? Download Talati Call Letter Ojas

પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની તા 07/05/2023 ના રોજ યોજાના સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ google સર્ચમાં ojas સર્ચ કરો.
  • સર્ચના પરિણામમાંથી ojas.gujarat.gov.in ઓફિસિયલ વેબસાઈટ પર ક્લિક કરો.
  • હવે તમને વેબસાઈટનું હોમપેજ ઓપન થયેલું જોવા મળશે તેમાં ઉપરના મેનુમાં Call Letter/ Preference પર ક્લિક કરી Preliminary Exam Call Letter પર ક્લિક કરો.
    હવે નવું પેજ ઓપન થશે. તેમાં select job માંથી “GPSSB/202122/10 ગુજરાત ગ્રામ પંચાયત સચિવ (તાલતી કમ મંત્રી) 2021-22 વિકલ્પને પસંદ કરો 
  • હવે તમારો 8 અંકોનો ક ન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખો.
  • હવે પ્રિન્ટ કોલ લેટર બટન પર ક્લિક કરો.
  • તમારી હોલટીકીટ જોવા મળશે. તેની પ્રિન્ટ મેળવી લો.
  • આ હોલ ટીકીટને A4 સાઈઝના પેજમાં પ્રિન્ટ આઉટ કરી લેવાની રહેશે. પરીક્ષાના દિવસે પરીક્ષા ખંડમાં હોલટીકીટ વગર બેસવા દેવામાં આવશે નહી.

ગુજરાત તલાટી કમ મંત્રી કોલ લેટર કરેક્શન

GPSSB દ્વારા લેવાના તલાટી કમ મંત્રી ની પરીક્ષા ના હોલ ટિકિટમાં જો કોઈ ઉમેદવારનું નામ જન્મ તારીખ લિંગ વગેરેમાંથી કોઈ વિસંગતતા જણાય તો વહેલી તકે પરીક્ષા નું સંચાલન કરનાર સંસ્થાનો સંપર્ક કરવાનું રહેશે. સંપર્કનું સરનામું નીચે મુજબ છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને 079-232-58563, બ્લોક-2, સી-વિંગ, 5મો માળ, કર્મયોગી ભવન, સેક્ટર-10/A, ગાંધીનગર, ગુજરાત, 382010 પર સંપર્ક કરી શકાય છે. (ફક્ત કામકાજના સમય દરમિયાન). OJAS હેલ્પલાઈનનો નંબર: 1800 233 5500 છે (ફક્ત કામકાજના દિવસો દરમિયાન; સમય: સવારે 9:30 થી સાંજે 6:10 સુધી)

ખાસ સુચના:- 

1. ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

2. જે ઉમેદવારે ગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી) સંર્વગની તા – 07/05/2023 ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે ઓજસ વેબસાઈટ ઉપર ઓનલાઈન સંમતિ ફ્રોમ ભરેલ છે, તેવા જ ઉમેદવારો પોતાનો આ પરીક્ષા માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે.

3. ઉપરોક્ત રીત, ઉપરોક્ત સમયગાળામાં ડાઉંલોડ કરેલ કોલલેટર/ પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ અને પોતાની ઓળખના અસલ પૂરાવા સિવાય પારીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહી, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી. – મંડળના આદેશાનુસાર

આ પણ વાંચો-