Urban Green Mission Programme- ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો માટે વિવિધ નવી યોજનાઓ અને રોજગારીની નવી તકો ઊભી કરવા માટે સતત કાર્યશીલ છે. તાજેતરમાં સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં નવી રોજગારી ઊભી કરવા માટે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત શહેરી વિસ્તારમાં બાગાયત નો વ્યાપ વધારવા માટે નવયુવાનોને તાલીમ થકી કૌશલ્ય વિકસાવી રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે. અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ થકી લાખો યુવાનોને રોજગારી મળી રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ માટે રૂપિયા 324 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ 8 શહેરોમાં કાર્યક્રમ શરુ કરાશે
અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત સરકારના બાગાયતી વિભાગ દ્વારા કુલ 3 દિવસની માળી કામ માટે કૌશલ્ય વર્ધન તાલીમ આપવાનું આયોજન કરવામાં આવશે. આ તાલીમનું આયોજન રાજ્યના 8 મહાનગરોમાં કરવામાં આવશે. જેમાં અમદાવાદ રાજકોટ વડોદરા સુરત જુનાગઢ ભાવનગર જામનગર અને ગાંધીનગર નો સમાવેશ કરવામાં આવ્યો છે. બાગાયત વિભાગ દ્વારા આ મહાનગરોમાં આવનાર સમયમાં કુલ 175 આયોજન કરવામાં આવશે.
તાલીમાર્થીઓને પ્રતિદિન રૂ.250 ભથ્થુ અપાશે
વધુમાં રાજ્ય સરકાર દ્વારા અરબન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત તાલીમમાં જોડાનાર યુવાનોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 250 પ્રતિદિન મર્યાદામાં વૃતિકા આપવામાં આવશે. તેમજ તાલીમ પૂર્ણ કરનાર યુવાનોને ગાર્ડન ટુલ કીટ આપવામાં આવશે. આ તાલીમ મેળવી રાજ્યના હજારો યુવાનો માટે રોજગારની નવી તક ઊભી થશે તેમ જ તેઓ આત્મનિર્ભર બનશે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને જણાવ્યું કે શહેરી વિસ્તારમાં અર્બન વર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ માટે ઘણો અવકાશ રહેલો છે.
તાલીમ દ્વારા નવી રોજગારીની તકો ઉભી થશે
રાજ્યના શહેરોમાં મારીના કામ માટે જરૂરી મેનપાવરની અછત જોવા મળે છે. અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત યુવાઓને માળીના કૌશલ્યની તાલીમ મેળવી શહેરી વિસ્તારમાં રોજગારી મેળવવી સરળ રહેશે. રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં બાગાયત માટે મારી કામની કૌશલ્યવર્ધક તાલીમ આપી શહેરી ક્ષેત્રમાં યુવાનો માટે સ્વરોજગારી તકોમો વધારો કરવાનો અતિ મહત્વનો નિર્ણય કરેલ છે.
આ પણ વાંચો-
- આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? | Download Aadhaar card in Gujarati
- પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? | Link PAN Card with Aadhaar Card Online Process in Gujarati
- ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ ? ( Required Documents for E -Shram Card )
- ઈશ્રમ કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? ( How to Online Apply E-Shram Card? )
Urban Green Mission Programme
આજના આ સમયમાં શહેરી વિસ્તારોમાં દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે. તેના કારણે ખેતીલાયક જમીન ઓછી થવા લાગી છે. આજે દેશ અને રાજ્યના નાગરિકો મોંઘવારી વધવાના કારણે પોતાના ટેરેસ કે બાલ્કનીમાં ગાર્ડનિંગ દ્વારા શાકભાજી નું વાવેતર કરે છે. તેનાથી તેઓને ઓર્ગેનિક અને શુદ્ધ શાક મળી રહે છે. તેમજ બાગાયતીની પેદાશો માટે નું જતન કેવી રીતે કરવું તેની જરૂરી તાલીમ પણ હોવી જરૂરી છે. આ તાલીમ ફક્ત રોજગારી માટે જ નહીં પરંતુ પોતાના ઘરમાં નાની મોટી બાગાયત પેદાશ કરવા માટે પણ મદદરૂપ થશે.
લોકોનું આર્થિક જીવન ઉચું આવશે
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયથી શહેરી વિસ્તારના લોકોનું આર્થિક જીવન ધોરણ ઊંચું આવશે તેમજ સ્થાનિક કક્ષાએથી લોકોને નવી રોજગારીની તકો ઉભી થશે જેના થકી તેઓનો આવકનો સ્ત્રોત પણ વધશે. તેમજ બાગાયતી પેદાશો જાળવણી અને ઉપજ માટે યોગ્ય શિક્ષણ હોવું પણ જરૂરી છે.