Vikram Sarabhai Protsahan Yojana | વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના “વિકાસ” શિષ્યવૃત્તિ

Vikram Sarabhai Protsahan Yojana:- ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદમાં સ્થિત છે. આ સંસ્થા દ્વારા સક્રિય વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબંધ છે. ગુજરાત રાજ્યના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓ સાથે સાથે માર્ગદર્શન નો અભાવ અને બીજી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સંસ્થા સમસ્યાઓને ધ્યાનમાં લઇ આ સંસ્થાના આદ્યસ્થાપક વિક્રમ સારાભાઈની યાદમાં શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત કરેલ છે. આ શિષ્યવૃત્તિની મદદથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના ( વિકાસ શિષ્યવૃતિ) યોજના) છે.

વિકાસ શિષ્યવૃતિ યોજના (વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના) મુખ્ય વિશેષતાઓ

 • પી આર એલ અમદાવાદ દ્વારા ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
 • ગ્રામ્ય વિસ્તારના જે વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને કુટુંબની કુલ વાર્ષિક ₹1,50,000 થી ઓછી છે તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
 • આ શિષ્યવૃતિ માટે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળા માટે રૂપિયા 1 લાખની શિષ્યવૃતિ મળશે.
 • ધોરણ 9 માં 20,000 ધોરણ 10 માં 20,000 અને જો વિદ્યાર્થી ધોરણ 10 પાસ પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરશે તો ધોરણ 11 માં 30,000 અને ધોરણ 12 માં 30,000/- હજાર રૂપિયા એમ કુલ 1,00,000/- શિષ્યવૃતિ મળશે.
 • આ શિષ્યવૃત્તિ દર વર્ષે 10 વિદ્યાર્થીઓને મળવા પાત્ર રહેશે દસમાંથી પાંચ શિષ્યવૃત્તિઓ કન્યાઓને આપવામાં આવશે.
 • વર્ષ 2022 23 માટે અત્યારે ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે જેઓ આગામી વર્ષે ધોરણ 11 12 માં વિજ્ઞાન પ્રવાહ લેવાનું આયોજિત કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે 10 શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે જો વિદ્યાર્થીની પસંદગી આ શિષ્યવૃત્તિ માટે થશે તો શિષ્યવૃત્તિ ધોરણ 11મા 30,000/- અને ધોરણ 12 મા 30,000/- એમ કુલ 60,000/- રૂપિયા સહાય મળવાપાત્ર રેહશે.

Vikram Sarabhai Protsahan Yojana Highlight

આર્ટીકલનુ નામ 

વિકાસ શિષ્યવૃતિ યોજના (વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના) મુખ્ય વિશેષતાઓ

ભાષા ગુજરાતી
સહાયની રકમ 1,00,000/-
આવકની મર્યાદા  ગ્રામ વિસ્તારના રહેતા કુટુંબની આવક 1,50,000/-
Official Website https://www.prl.res.in/

 

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના “વિકાસ” શિષ્યવૃત્તિ પાત્રતા નિયમો અને શરતો

 • વિકાસ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ 7 માં મેળવેલ ગુણ અને તેમની કુટુંબની આર્થિક સ્થિતિ તથા સ્કીનિંગ ટેસ્ટમાં મેળવેલ ગુણને આધારે પીઆરએલ દ્વારા નક્કી કરવામાં આવશે. ધોરણ 10 ના વિદ્યાર્થી માટે ધોરણ નવ માં મેરી ગુણને ધ્યાનમાં લેવામાં આવશે.
 • વિદ્યાર્થીએ શાળાના આચાર્યનું લખેલુ પ્રમાણપત્ર આપવાનું રહેશે જેની વિગત નીચે મુજબ છે.
 • વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળામાં નિયમિત આવે છે કે નહીં
 • વિદ્યાર્થીની શાળા જે શૈક્ષણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તેનું નામ.
 •  શાળાના બોર્ડ કે શિક્ષણ વિભાગમાં નોંધણીનું પ્રમાણપત્ર
 • શાળા સરકારી અર્થ સરકારી કે ખાનગી છે તેની વિગત.
 •  શાળાનું ભાષાનું માધ્યમ.
 • શાળા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે કે નહીં.
 • ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક 1,50000 રૂપિયાથી વધુ હોવી ન જોઈએ.
 • શિષ્યવૃતિ માટે પસંદ થયેલ વિદ્યાર્થીએ અરજી સાથે રજૂ કરેલ પુરાવા ચકાસણી સમયે જો ખોટી વિગત જણાવેલ હશે તો શિષ્યવૃતિ માટે અરજી રદ ગણવામાં આવશે.
 • સારા ના વડાએ વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષના અંતે મેળવેલ પરિણામની નકલ અને તેણી શિક્ષણ ચાલુ રાખી છે અને એકંદર તેમનું શિક્ષણ પ્રદર્શન સારું છે તેવું પ્રમાણપત્ર આપવાનો રહેશે.
 • શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થી જો ધોરણ 10 પછી ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહ અભ્યાસક્રમ ચાલુ રાખશે તો જ આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે તેમ જ તે બાબતનું શાળાના વડા નું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
 • શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં જો કોઈ વિસંગતતા પી.આર.એલ દ્વારા ધ્યાનમાં આવશે તો વિદ્યાર્થીની શિષ્યવૃતિ તત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવશે.
 • શિષ્યવૃતિ બાબત ના નિયમો પસંદગીની પ્રક્રિયા કે શરતોમાં કોઈપણ પૂર્વ સુચના આપ્યા વિના ફેરફાર કરવા માટે પી આર એલ સ્વતંત્ર છે.

Vikram Sarabhai Protsahan Yojana Online Apply 

વિકાસ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરાવી?  ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદની ઓફિસિયલ વેબસાઈટ PRL VIKAS પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રેહશે.

VIKAS Shishyavruti Sahay Documents Lits

વિકાસ શિષ્યવૃત્તિ મેળવવા વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમ જ પી.આર.એલ દ્વારા નક્કી કરવામાં આવે નીચે મુજબના દસ્તાવેજો ડોક્યુમેન્ટ આપવાના રહેશે.

 •  વિદ્યાર્થી નો ફોટો
 •  વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
 • ધોરણ 7 ની માર્કશીટ (સ્કોલરશીપ માટે અરજી કરતાં ધોરણ 10 ના વિદ્યાર્થીના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ આપવાની રહેશે )
 • જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો તેનો બેન્ક એકાઉન્ટ ની વિગત. એકાઉન્ટ માતા-પિતામાંથી કોઈ પણ ન હોઈ શકે છે.
 •  ખાતાધારક નું આધારકાર્ડ જો બેંક ખાતુ માતા-પિતા અથવા વાલી ના નામે હોય.

VIKAS Shishyavruti Sahay Yojana Last Date

Vikram Sarabhai Protsahan Yojana:- વિકાસ શિષ્યવૃતિ યોજના (વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના):- પી આર એલ દ્વારા આ શિષ્યવૃત્તિ મેળવવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2023 સમય 11:59:59 PM ત્યાર પછી અરજી કરી શકાશે નહીં.

Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More: ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 
Read More: UGVCL Bill Online Check
Read also : કોચિંગ સહાય યોજના 2022

Vikram Sarabhai Protsahan Yojana Exam Date

પી.આર.એલ દ્વારા વિકાસ શિષ્યવૃત્તિ મેળવવા માટેની ચયન પરીક્ષા તારીખ 22 જાન્યુઆરી 2023 ના રોજ રવિવારે લેવામાં આવશે.

FAQ’S

1. વિકાસ શિષ્યવૃતિ યોજના (વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના) નો લાભ કોને મળવાપાત્ર છે?

ANS:- વિકાસ શિષ્યવૃતિ યોજના (વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના) નો લાભ ગ્રામ વિસ્તારમાં રહેતા ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.

2. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના ” વિકાસ” કુટંબની આવક મર્યાદા કેટલી છે?

ANS:- વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના ” વિકાસ” વિદ્યાર્થીના કુટંબની આવક મર્યાદા 1,50,000/- છે.

3. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના ” વિકાસ” શિષ્યવૃતિ માં કેટલા રૂપિયા સહાય મળવા પાત્ર છે?

ANS:- વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના ” વિકાસ” શિષ્યવૃતિ માં 1,00,000/- રૂપિયા સહાય મળવા પાત્ર છે?

4. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના ” વિકાસ” શિષ્યવૃતિ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ANS:- વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના ” વિકાસ” શિષ્યવૃતિ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20/01/2023 છે.