પાલક માતા પિતા યોજના | Palak Mata Pita Yojana 2023

Palak Mata Pita Yojana 2023-રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (Social Justice & Empowerment Department) (SJED) દ્વારા નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષા, ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. યોજનાઓનો સીધો લાભ લાભાર્થીને મળી રહે તે માટે e samajkalyan Portal વિકસાવવામાં આવ્યું છે.

પાલક માતા પિતા યોજના રાજ્ય સરકારના નિયામક સમાજ સુરક્ષા (Direct Social Defense ) હેઠળ અમલમાં મુકવામાં આવી છે. Palak Mata Pita Yojana નો હેતુ શું છે ? આ યોજનાની પાત્રતા શું છે ? કેટલી સહાય મળવા પાત્ર છે ? અરજી કરવા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ? ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? તેની વિગતવાર માહિતી આ આર્ટીકલમાં જોઈશું

પાલક માતા પિતા યોજનાનો હેતુ

ગુજરાત રાજ્યના એવા બાળકો કે જેવો 0 થી 18 વર્ષની ઉંમરના હોય અને તેઓના માતા-પિતા ગુજરી ગયેલા હોય તેઓને આ યોજના હેઠળ આપવામાં આવે છે. અનાથ બાળકના પાલક માતા પિતાની આર્થિક સ્થિતિ નબળી હોય તો બાળકની સાર સંભાળ રાખવી અઘરી પડે છે. તેથી સરકાર દ્વારા અનાથ બાળકોને 3000 રૂપિયા દર મહિને સહાય આપવામાં આવે છે.

Highlight Point of Palak Mata Pita Yojana 2023

યોજનાનું નામ પાલક માતા પિતા યોજના 2023
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ(SJED)
યોજનાનો ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના અનાથ બાળકોને દર મહીને આર્થિક સહાય આપવી
લાભ કોને મળે? ગુજરાતના  અનાથ અને નિરાધાર બાળકો
કેટલી સહાય મળે? દર મહીને 3000 રૂપિયા એમ વાર્ષિક કુલ 36,000/- રૂપિયા સહાય
ઓફિસિયલ વેબસાઈટ https://sje.gujarat.gov.in/
ઓનલાઈન અરજી કરવા માટે   અહીં ક્લિક કરો

પાલક માતા પિતા યોજનાની પાત્રતા

Palak Mata Pita Yojana Criteria કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે. તે પાત્રતા નીચે મુજબ છે.

  • ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો
  • જે બાળકોના માતા પિતા બંન્ને હયાત ન હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળે
  • જો બાળકના પિતા અવસાન પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર સંભાળ સગા સંબંધિઓ રાખતા  તેવા બાળકો.

પાલક માતા પિતા યોજનામાં કેટલી સહાય મળે ?

Palak Mata Pita Yojana ની પાત્રતા ધવારતા અનાથ બાળકોને આ યોજનાનો લાભ મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ત્યાર બાદ દર મહીને 3000/- રૂપિયા સહાય બાળકની સાર સંભાળ લેતા સગાઓને આ સહાય DBT (Direct Benefit Transfer) દ્વારા આપવામાં આવે છે.

Palak Mata Pita Yojana Documents

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પાલક માતા પિતા યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેન્ટસ નક્કી કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

  • બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC) (પૈકી કોઈ પણ એક)
  • બાળકના માતા-પીતાના મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
  • જે બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક.
  • માતાનો પુન:લગ્ન કરેલાનો પુરાવો
  • આવકના દાખલો (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
  • બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતા પ્રથમ પાના પાસબુકની નકલ
  • બાળકનું આધારકાર્ડ
  • પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
  • પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક

Palak Mata Pita Yojana Helpline Number

પાલક માતા પિતા યોજના બાબેતે કોઈ પણ પ્રશ્ન મુજવતો હોય તો તમારા જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ ની કચેરીને સંર્પક કરી શકો છો.

પાલક માતા પિતા યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

નિયામક સમાજ સુરક્ષાની પાલક માતા પિતા યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે સમાજ કલ્યાણના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્યુટર માં Google Search માં  e samaj kalyan લખી સર્ચ કરો.
  • હવે ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર ક્લિક કરો.
  • જો તમે આ પોર્ટલ પર અગાઉ રજીસ્ટ્રેશન કરવેલ નથી તો New user? Please Register Here પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

kuvarbai nu mameru yojana

  • રજીસ્ટ્રેશન પુરુ કર્યા બાદ પોર્ટલ્ના(વેબસાઈટના) હોમ પેજ પર Citizen Login ઓપ્શન જોવા મળશે. હવે તેના પર ક્લિક કરો. 
  • અરજદરે લોગીન કર્યા બાદ નિયામક સમાજ સુરક્ષા ની Palak Mata Pita Yojana પર ક્લિક કરો.
  • હવે તમારી સામે પાલક માતા પિતા યોજનાનું ફોર્મ ખુલશે. જેમાં બાળકની વિગત, વ્યક્તિગત માહિતી, બાળકના સગા સંબધીની માહીતી ભરવાની રહેશે.
  • ત્યાર બાદ તમારી અરજી Submit બટન પર ક્લિક કરો.
  • ફોર્મ ભર્યા બાદ માગ્યા મુજબના Upload document (ડોક્યુમેન્ટસ અપલોડ) કરવાના રહેશે. (અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.)
  • હવે Confirm Application  પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજી Confirm કર્યા બાદ અરજી ની પ્રિન્ટ મેળવી લેવી. 

આ પણ વાંચો-

FAQ’S

1.પાલક માતા પિતા યોજના ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઇટ કઈ છે?

જવાબ- પાલક માતા પિતા યોજના ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ છે.

2. પાલક માતા પિતા યોજનામાં બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ?

જવાબ- પાલક માતા પિતા યોજનામાં બાળકની ઉંમર 0 થી 18 વર્ષની હોવી જોઈએ.

3. Palak Mata Pita Yojana હેઠળ કેટલી સહાય ચુકવવામાંંઆવે છે?

જવાબ- Palak Mata Pita Yojana હેઠળ દર મહીને 3000/- રૂપિયા સહાય ચુકવવામાંંઆવે છે.

4. પાલક માતા પિતા યોજના કોના દ્વારા અમલમાં મુકવામાં આવી છે?

જવાબ-પાલક માતા પિતા યોજના નિયામક સમાજ સુરક્ષા  દ્વારા અમલમાં મુકવામાં આવી છે.