Vali Dikri Yojana 2022: ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના 2 ઓક્ટોબર 2019 ના રોજ શરૂ કરવામાં આવી છે. આ યોજના રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આવે છે. આ યોજના થકી સમાજમાં જન્મ લેનાર દીકરીઓ નો જન્મદર વધે તેમજ દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવેલ છે.
વ્હાલી દીકરી યોજના 2022 | Vhali Dikri Yojana Form Download Pdf 2022 | Vali Dikri Yojana Self Declaration Form Download 2022 | વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ | વ્હાલી દિકરી યોજના પરિપત્ર | Vahali Dikari Yojana 2022 Gujarati
વ્હાલી દિકરી યોજના થકી સમાજમાં દિકરીઓનુ જન્મ પ્રમાણ વધશે તથા સમાજમાં દીકરીઓનું માન સન્માન વધશે. દિકરી એ સાપનો ભારો જેવી રૂઢિ ચુસ્ત માન્યતાઓ દુર થશે. તેમાં જ સમાજમાં બાળ લગ્ન, સ્ત્રી ભ્રુણ હત્યા અટકશે. આ યોજનામાં 3 હપ્તામાં સહાય ચુકવવામાં આવશે. કુલ સહાય 1,10,000/- આપવામાં આવશે. જ્યારે દિકરી 18 વર્ષની ઉંમર થશે ત્યારે સહાયની બાકી રકમ ચુકવવામાં આવશે.
Highlights of Vali Dikri yojana 2022
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો મુખ્ય હેતુ | સમાજમાં દીકરીઓના જન્મપ્રમાણમાં વધારો તથા દીકરીઓનો શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો |
કેટલી સહાય મળવાપાત્ર | દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર છે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યની દિકરીઓ |
અધિકૃતવેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
Vahli Dikri Yojana Form Download | Click Here |
Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના 2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં
વ્હાલી દિકરી યોજનાની પાત્રતા (Vali Dikri yojana Criteria 2023)
- ગુજરાત રાજ્યની દીકરી હોવી જોઈએ.
- તારીખ: 02/08/2022 ના રોજ કે તે પછી દીકરીનો જન્મ થયેલો હોવો જોઈએ.
- દીકરીના કુટુંબની વાર્ષિક આવક 2,00,000/- થી ઓછી હોવી જોઈએ.
- આ યોજનાનો લાભ મેળવવા દીકરીના જન્મ થી 1 વર્ષમાં અરજી કરવાની રેહશે.
- દીકરીના માતા પિતાએ પુખ્તવયે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમન 2006 ની જોગવાઈઓ ને આધીન રહી લગ્ન કરેલા હોવા જોઈએ.
નોંધ: બીજી કે ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર જ છે.
વ્હાલી દીકરી યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ (Vali Dikri Yojana Benefit 2023)
વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને કુલ ત્રણ હપ્તામાં સહાય આપવામાં આવે છે. આ સહાય ત્રણ હપ્તામાં કુલ 1,10,000/- એક લાખ દસ હજાર રૂપિયા આપવામાં આવે છે.
પ્રથમ હપ્તો | દીકરીઓને ધોરણ- 1 માં પ્રવેશ મેળવે તે વખતે રૂ. 4000/- નો લાભ આપવામાં આવે છે. |
બીજો હપ્તો | દીકરી જ્યારે ધોરણ-9 માં પ્રવેશ મેળવે ત્યારે રૂ. 6000/- મળવાપાત્ર થશે. |
ત્રીજો હપ્તો | દીકરી 18 વર્ષની ઉંમર થાય ત્યારે કુલ 100000/- (એક લાખ) ની સહાય આપવામાં આવશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ. |
Vali Dikari Yojana income limit (વ્હાલી દિકરી યોજના આવક મર્યાદા)
વ્હાલી દિકરી યોજના લાભ લેવા માટે સરકાર દ્વારા કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે તે મુજબ કુટુંબની વાર્ષિક આવક 2,00,000/-(બે લાખ રૂપિયા)થી વધારે હોવી જોઈએ નહીં.
Read More:- શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 8 લાખની લોન પર 1,125,000/- સુધીની સબસીડી
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
Read More: ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી
Vali Dikari Yojana Self Declaration Form (વ્હાલી દિકરી યોજના સ્વઘોષનાપત્રક 2023)
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ ઠરાવ સોગંદનામા ની પ્રક્રિયાને રદ કરી સ્વઘોષણા પત્ર દાખલ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં પણ સોગંદનામાની પ્રક્રિયાને બદલે સ્વઘોષણા પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે. વ્હાલી દિકરી યોજનાના ઠરાવ ક્રમાંક: મસક/132019/1181 તારીખ 4/ 4/ 2022 દ્વારા આ યોજનાનો લાભ મેળવવા સોગંદનામ ને બદલે સ્વઘોષના પત્ર દાખલ કરેલ છે. અરજદારે અરજી સાથે નિયત નમૂનામાં સ્વઘોષનાપત્રક(Self Declaration Form) આપવાનું રેહશે.
Self Declaration Form Download Click Here
વ્હાલી દિકરી યોજના અરજી ફોર્મ (Vali Dikari Yojana Application Form
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દિકરી યોજના ફોર્મ બહાર પાડવામાં આવે છે અરજદાર વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ નીચે દર્શાવેલ જગ્યાઓ પણ વિના મૂલ્ય મેળવી શકશે.
- ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ઓગણવાડી કેન્દ્ર પરથી વાલી દીકરા યોજનાનો ફોર્મ વિનામૂલ્ય મળશે.
- તાલુકામાં ICDS (સંકલિત બાળ વિકાસ યોજના) અધિકારીશ્રીની કચેરી ખાતેથી આ યોજનાનું ફોર્મ મફત મળશે.
- જિલ્લા માં આવેલ મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી કચેરી હોવાથી આ અરજી ફોર્મ મફત મેળવી શકશો.
FAQ’S Vali Dikri Yojana 2023
1.Vali Dikari Yojana નો મુખ્ય હેતુ શું છે ?
ANS: Vali Dikari Yojana નો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓનો જન્મ પ્રમાણમાં વધારો તથા દીકરીઓને શિક્ષણ ક્ષેત્રમાં ડ્રોપાઉટ રેશિયો ઘટાડો કરવો.
2. Vali Dikari Yojana કુટુંબની આવક મર્યાદા કેટલી હોય છે?
ANS : Vali Dikari Yojana કુટુંબની આવક મર્યાદા 2,00,000/- થી ઓછી હોવી જોઈએ.
3. Vali Dikari Yojana કયાં વિભાગ દ્રારા ચલાવવામાં આવે છે?
ANS: આ યોજના કમિશનર મહિલા અને બાળ વિભાગ, ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે.
4. Vali Dikari Yojanaમાં કુલ કેટલી સહાય મળવાપાત્ર છે?
ANS: આ યોજનામાં 3 હપ્તામાં કુલ 1,10,000/- સહાય આપવામા આવે છે.