કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઈ- શ્રમ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા દેશના સંગઠિત ક્ષેત્રના કામદારોને સીધી ઓનલાઈન નોંધણી કરી કામદારોના ડેટા એકત્રિત કરવામાં આવશે. ઈશ્રમ પોર્ટલ પર નોંધાયેલા કામદારોને 12 અંકનો UAN નંબર જારી કરવામાં આવશે. તમે હજુ સુધી ઈ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તો આજે જ ઈશ્રમ પોર્ટલની મુલાકાત લઈને રજીસ્ટ્રેશન કરી દો.
અત્યાર સુધીમાં દેશના લગભગ 43.7 કરોડ અસંગઠિત ક્ષેત્રના કામદારોએ રજીસ્ટ્રેશન કરાવે છે. E shram card benefit in gujarati આ કાર્ડના ઘણા બધા ફાયદા છે. તમે તમારી જાતે અથવા તમારા નજીકના CSC સેન્ટરની મુલાકાત લઈ ઈશ્રમ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જો તમે અગાઉ ઈશ્રમ કાર્ડ માટે નોંધણી કરાવેલ છે તો તેને કેવી રીતે ડાઉનલોડ કરવું (e-Shram Card Download PDF In Gujarati )તેની વિગતવાર માહિતી આ આર્ટીકલમાં જોઈશું.
Highlight Of e-Shram Card Download PDF In Gujarati
યોજનાનું નામ | ઈ- શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? (e-Shram Card Download PDF In Gujarati) |
વિભાગનું નામ | ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ |
યોજના શરુઆત | 26 ઓગસ્ટ 2021 |
Toll Free Number | 14434 |
Official Website | eshram.gov.in |
ઈ શ્રમ કાર્ડ શું છે? What is E-Shram Card?
ઈ શ્રમ કાર્ડ યોજના કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં દેશના હજારો અસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટાબેઝ એકત્રિત આ પોર્ટલ દ્વારા થશે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા નાગરિકો ઈશ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવશે. આ પોર્ટલમાં આવરી લેવામાં આવેલા બાંધકામના કામદારો , પ્લેટફોર્મ કલાકારો, શેરી વિક્રેતાઓ, સ્થળાંતર કામદારો, ઘરેલુ કામદારો , કૃષિ કામદારો તથા અન્ય ક્ષેત્રના કામદારોને સીધો લાભ મળશે. રજીસ્ટ્રેશન ના ડેટાબેઝના આધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નવી વિવિધ યોજનાઓ હેઠળ અસંગઠિત ક્ષેત્રના કામદારોને સીધો અને ઝડપી લાભ મેળવી શકશે.
ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? ( e-Shram Card Download PDF)
કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય ના ઈશ્રમ પોર્ટલ પર તમે રજીસ્ટ્રેશન અગાઉ કરાવેલ છે.હવે તમારે ઈશ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે ડાઉનલોડ કરવું( e-Shram Card Download PDF) તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ તમારા મોબાઇલ કે લેપટોપમાં google Search માં e shram card ટાઈપ કરી સર્ચ કરો.
- સર્ચના પરિણામ માંથી eshram.gov.in ઓફિશિયલ વેબસાઈટ લિંકની પર ક્લિક કરો.
- ક્લિક કરતા ની સાથે જ વેબસાઈટ ઓપન થશે જેમાં તમને વેબસાઈટનું હોમ પે જોવા મળશે.
- વેબસાઈટ ના હોમપેજ પર નીચેની બાજુએ Already Registration? UPATE ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો. હવે એક એક નવું પેજ ઓપન થશે.
- હવે તમને તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક(Aadhaar linked mobile number is preferred) કરેલ હોય તે મોબાઈલ નંબર દાખલ કરો અને નીચે આપેલ કેપ્ચા કોડ બાજુના બોક્સમાં નાખી નીચે આપેલ Send OTP બટન પર ક્લિક કરો.
- હવે તમારા આધાર કાર્ડ સાથે લિંક વારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. એ OTP ને દાખલ કરી ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરો ત્યારબાદ તમને એક નવું પેજ ઓપન થયેલું જોવા મળશે.
- નવા પેજમાં તમને Update Profile જોવા મળશે.જેમાં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો ત્યાર પછી નીચે આપેલ ઓપ્શનમાંથી OTP પસંદ કરો.તેમજ નીચે દર્શાવેલ Captcha બોક્સમાં નાખી સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે તમારા મોબાઈલ નંબર પપર OTP આવશે આ OTP ને નીચે દર્શાવેલ બોક્સમાં દાખલ કરો અને નીચે દર્શાવેલ સબમિટ બટન પર ક્લિક કરો.ત્યાર પછી એક નવું પેજ ઓપન થશે.
- ઓપન થયેલ નવા પેજમાં તમને બે વિકલ્પ જોવા મળશે જેમાં એક UPDATE PROFILE અને DOWNLOAD UAN CARD તેમાંથી ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે DOWNLOAD UAN CARD પર ક્લિક કરો.ત્યારબાદ તમારું ઈ શ્રમ કાર્ડ તમારી સામે જોવા મળશે.
- હવે તમે તમારો ઈશ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો જેને ડાઉનલોડ કરવા માટે ઉપરથી બાજુએ Download UAN Card ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- તમે ડાઉનલોડ કરેલ ઈ શ્રમ કાર્ડ PDF ફોર્મેટમાં જોવા મળશે જેનો ઉપયોગ તમે સરળતાથી કરી શકશો તેમજ તેની કલર પ્રિન્ટ પણ કરાવી શકો છો.
આ પણ વાંચો:-
- ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ ? ( Required Documents for E -Shram Card )
- ઈશ્રમ કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? ( How to Online Apply E-Shram Card? )
- Manav Kalyan Yojana 2023 : માનવ કલ્યાણ યોજના 2023, અરજી કેવી રીતે કરવી ?
- પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? | Link PAN Card with Aadhaar Card Online Process in Gujarati
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
- ડૉ.આંબેડકર આવાસ યોજના -1,20,000/- રૂપિયાની સહાય
- કુંંવરબાઈનું મામેરું યોજના- 12,000/- રૂપિયાની સહાય
- ભોજન બિલ સહાય યોજના- 15000/- રૂપિયાની સહાય
- પીએમ કિસાન યોજનાનો રૂપિયા 2000/- નો 13મો હપ્તો ખાતામાં જમા થયો કે નહીં ચેક કરો
FAQ’S
ઈશ્રમ કાર્ડ માટે કોઈ આવક મર્યાદા નો ઉલ્લેખ કરવામાં આવે નથી.પરંતુ અસંગઠિત ક્ષેત્રના કામદાર આવકવેરો ચૂકવતા ન હોવા જોઈએ.
કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ કાર્ડ બહાર પાડવામાં આવી છે.
અસંગઠિત ક્ષેત્રના કામદાર કે જેઓની ઉંમર 16 વર્ષથી 59 વર્ષની હોય તેઓ આ કાર્ડ કઢાવી શકે છે.
ઈશ્રમ કાર્ડ ની નોંધણી માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની હોતી નથી