Manav Garima Yojana Online Form 2023-ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. દરેક વિભાગે પોતાનો પોર્ટલ વિકસાવ્યું છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. કુટીર અને ગ્રામોદ્યોગની યોજનાઓ માટે e-kutir Portal, કૃષિ વિભાગ દ્વારા આઇ ખેડુત પોર્ટલ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ વિકસાવવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના નિયામક વિકસતી જાતિ કલ્યાણ ની કચેરી ગાંધીનગર દ્વારા માનવ ગરિમા યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્યના નબળા વર્ગ જાતિઓના લાભાર્થીઓને સાધન ટૂલ કિડ્સ પુરા પાડી સ્વરોજગારી આપવા Manav Garima Yojana 2023 અમલમાં મૂકવામાં આવી છે. માનવ ગરીમા યોજનામાં જુદા જુદા ધંધા વ્યવસાય માટે નિયમો અનુસાર સાધનો ટુલ કિડ્સ આપવામાં આવશે.
માનવ ગરિમા યોજનાનો હેતુ
નિયામક વિકસતી જાતિ કલ્યાણ ની કચેરી ગાંધીનગર દ્વારા માનવ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના પછાત વર્ગના લાભાર્થીઓને પોતાના જીવન જરૂરી રોજગાર મળી રહે તે માટે તેઓને નવ ધંધા વ્યવસાય ચાલુ કરવા માટે આ યોજના અંતર્ગત વિના મૂલ્યે ઓજારો/ સાધનો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવી તેઓ આત્મનિર્ભળ બનશે. તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે. તેમજ તેઓનું આર્થિક જીવન સુખાકારી બને તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
Highlight of Manav Garima Yojana 2023
યોજનાનું નામ | મનાવ ગરીમા યોજના 2023 |
વિભાગનું નામ | ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
લાભાર્થીની પાત્રતા | રાજયના અનુસુચિત જાતિના અને આવક મર્યાદા ની પાત્રતા ધરાવતા લાભર્થીઓ |
પેટા વિભાગ | નિયામક અનુચુચિત જાતિ કલ્યાણ ગાંધીનગર |
મળવાપાત્ર સહાય | લાભાર્થીને નવો ધંધો વ્યવસાય ચાલુ કરવા સાધન સહાય |
અરજીનો કરવાનો સમયગાળો | ઓનલાઇન અરજી તારીખ-15/05/2023 થી 14/06/2023 |
Official website | https://esamajkalyan.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કરવા | Click Here |
માનવ ગરિમા યોજનાની પાત્રતા અને માપદંડ (Eligibility of Manav Garima Yojana)
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગ તથા નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા માનવ ગરીમા યોજના નો લાભ મેળવવા માટે અરજદારની કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ છે.
- આ યોજનાનો લાભ રાજયના સમાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત(EWS) લઘુમતી અને વિચરતી- વિમુક્તી જાતિઓને મળશે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે.
- ઓનલાઇન અરજી કરતી વખતે તમામ જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે કરવામાં આવશે.
- અરજદારની ઉંમર જાહેરાત ની તારીખે 18 વર્ષથી ઓછી નહિ અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અગાઉના વર્ષોમાં અરજદાર કે તેના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવીને હોવી જોઈએ નહીં.
- આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવા પાત્ર છે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ થી વધુ ન હોવી જોઈએ.
- સમાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને લઘુમતી અને વિચરતી- વિમુક્તી જાતિઓ માટે આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહી.
- જિલ્લા કચેરીના અધિકારી શ્રી કર્મચારી શ્રી દ્વારા જરૂર જણાય તો ચકાસણી અર્થે ઓરીજનલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે બતાવવાના રહેશે.
- નોંધ- નાણાકિય વર્ષ 2021-22 અને વર્ષ 2022-23 ની જે અરજીઓ જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજુર કરેલ છે. પરંતુ કોમ્પ્યુટર ડ્રોમા પસંદ થયેલ ન હોય તેવી અરજીઓને અરજદારોના વિશાળ હિતને ધ્યાનમાં લઈ સરકારશ્રી દ્વારા આગામી વર્ષ 2023-24 માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી તે અરજદારોએ ફરી અરજી કરવાની રહેશે નહી.
Manav Garima Yojana Documents List
માનવ ગરીમા યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે વિભાગ દ્વારા કેટલાક ડોક્યુમેન્ટસ નક્કી કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- મોબાઈલ નંબર
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
- અરજદારની જાતિ નો દાખલો
- વાર્ષિક આવક નો દાખલો
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
- સ્વ ઘોષણા (Download કરવા માટે અહી ક્લિક કરો)
- એકરારનામું
Manav Garima Yojana Tool Kit List | માનવ ગરીમા યોજના સાધન સહાયની યાદી
રાજયના સમાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત(EWS) લઘુમતી અને વિચરતી- વિમુક્તી નાગરિકો નવો વ્યવસાય/ધંધો શરુ કરી સ્વરોજગાર મેળવે તે માટે Manav Garima Yojana હેઠળ કુલ 28 પ્રકારના વ્યવસાય માટે સાધાન ટૂલ કિટ આપવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- ધોબીકામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહી વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- મોબાઇલ રીપેરીંગ
- હેર કટીંગ (વાળંદ કામ)
How to Apply Online Manav Garima Yojana 2023
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના ટેપ્સ અનુસરો.
- સૌ પ્રથમ Google Search e Samaj kalyan poratl ટાઈપ કરી સર્ચ કરો.
- હવે ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ ઓપન કરો.
- ઓફિસિયલ વેબસાઈટના હોમ પેજ પર ઉપરની બાજુએ “Director Scheduled Caste Welfare” પર ક્લિક કરો.
- કિલક કરતાની સાથે એક નવું પેજ ખુલસે તેમાંથી નંબર-14 પર ”માનવ ગરીમા યોજના” પર ક્લિક કરો.
- જો તમે અગાઉ e samaj kalyan registration ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરો.
- હવે તમે તમારું નામ, જન્મતારીખ,જાતિ, આધારકાર્ડ નંબર, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખી Register પર ક્લિક કરો.
- Register કર્યા બાદ Citizen Login પર ક્લિક કરી User તથા Id Password નાખી Login પર ક્લિક કરો.
- હવે માનવ ગરીમા યોજના માટે Online Apply પર ક્લિક કરો.
- ફોર્મમાં દાર્શાવેલ તમામ વિગતે યોગ્ય રીતે ભરો.
- ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ Save પર ક્લિક્ક કરો.
- હવે Confirm પર ક્લિક કરી અરજીની પ્રિન્ટ કાઢીલો.
- અરજદારે અરજીની પ્રિન્ટ તથા તમામ ડોક્યુમેન્ટ જે તે જિલ્લાની કચેરી ખાતે જમા કરવાને રહેશે.
આ પણ વાંચો:-
- પીએમ કિસાન યોજનાના 2000 રૂ ખાતામાં જમા નથી થયા તો આ કામ કરો । PM Kisan Yojana Money not credited in Bank account
- આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? Ayushman Card Download
- આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? | Download Aadhaar card in Gujarati
- પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? | Link PAN Card with Aadhaar Card Online Process in Gujarati
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
- ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | Voter ID Card Download In Gujarati
- Manav Kalyan Yojana 2023 : માનવ કલ્યાણ યોજના 2023, અરજી કેવી રીતે કરવી ?
FAQ’S
1.માનવ ગરીમા યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
જવાબ-1.માનવ ગરીમા યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે.
2.Manav Garima Yojana નો લાભ મેળવવા માટે આવક મર્યાદા કેટલી છે?
જવાબ- Manav Garima Yojana નો લાભ મેળવવા માટે આવક અનુસુચિત જાતિ માટે 6 લાખ સુધીની મર્યાદા છે.
3. માનવ ગરીમા યોજના માટે અરજદારની ઉંમર/વય મર્યાદા કેટલી છે?
જવાબ- 3. માનવ ગરીમા યોજના માટે અરજદારની ઉંમર/વય મર્યાદા 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ નહી.
4. માનવ ગરીમા યોજના માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ- માનવ ગરીમા યોજના માટે લાભાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
5. માનવ ગરીમા યોજના માટે અરજી કરવાનો સમયગાળો ?
જવાબ- માનવ ગરીમા યોજના માટે અરજી તારીખ- 15/05/2023 થી 14/06/2023 સુધી ઓનલાઈન કરી શકાશે.